સફરજન અને ઓટસ્ નું મિલ્કશેક ની રેસીપી | Apple and Oats Milkshake

એક અતિ સુંવાળું મિલ્કશેક તમને જરૂરથી આરામ અને તાજગી આપશે. સફરજન અને ઓટસ્ બન્ને ફાઇબર ધરાવતી વસ્તુઓ છે, જે વડે તમે સુગંધ અને પૌષ્ટિક્તા બન્ને મેળવી શકશો.

કિસમીસ વડે કુદરતી મીઠાશ મળે છે અને મધની મીઠાશ આ પીણાને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. સવારના નાસ્તા સાથે કે પછી દીવસના અંતમાં થાક દૂર કરવા આ મિલ્કશેક તમારી ચોકલેટ ખાવાની અથવા કોફી પીવાની ઇચ્છાને દૂર રાખશે.

Apple and Oats Milkshake recipe In Gujarati

સફરજન અને ઓટસ્ નું મિલ્કશેક ની રેસીપી - Apple and Oats Milkshake recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૬ ગ્લાસ માટે
મને બતાવો ગ્લાસ

ઘટકો

સફરજન અને ઓટસ્ નું મિલ્કશેક ની રેસીપી બનાવવા માટે
૧ ૧/૨ કપ છીલ્યા વગરના સફરજનના ઠંડા ટુકડા
૧/૨ કપ ક્વીક કુકિંગ રોલ્ડ ઓટસ્
૩ કપ ઠંડું લો ફૅટ દૂધ
૨ ટેબલસ્પૂન કીસમીસ
૧/૨ ટેબલસ્પૂન મધ
કાર્યવાહી
    Method
  1. સફરજન અને ઓટસ્ નું મિલ્કશેક ની રેસીપી બનાવવા માટે, મિક્સરની જારમાં બધી વસ્તુઓ ભેગી કરી સુવાળું ફીણદાર મિશ્રણ તૈયાર થાય ત્યાં સુધી પીસી લો.
  2. આ મિલ્કશેકને 6 ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડીને તરત જ પીરસો.

Reviews