બેકડ પાંવ ભાજી પાસ્તા ની રેસીપી | Baked Pav Bhaji Pasta, Pav Bhaji Pasta

જ્યારે કોઇ અતિ માનીતી દેશી વાનગીનો ફેરફાર કરી પ્રખ્યાત પરદેશીય વાનગીમાં રૂપાંતર કરવામાં આવે, ત્યારે મળતું પરિણામ એટલે પાંવ ભાજીનું ઇટાલીયન રૂપ બેકડ પાંવ ભાજી પાસ્તા.

અહીં ફ્યુસિલીને પાંવ ભાજી મસાલાવાળા શાકભાજી સાથે રાંધીને તેમાં ક્રીમ અને હર્બ્સ્ મેળવી તેને વધુ સુગંધી અને સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યા છે.

આ મજેદાર પાસ્તાની ઉપર ચીઝ અને રંગબેરંગી સિમલા મરચાંની પટ્ટીઓ વડે સજાવીને બેક કરવામાં આવ્યું છે. આ પાંવ ભાજી પાસ્તાના દરેક કોળીયામાં તમને વિવિધ પ્રકારના સ્વાદ અને સુગંધ માણવા મળશે.

પાસ્તા ઇન રેડ સૉસ અને પાસ્તા ઇન વાઇટ સૉસ પણ અજમાવો .

Baked Pav Bhaji Pasta, Pav Bhaji Pasta recipe In Gujarati

બેકડ પાંવ ભાજી પાસ્તા ની રેસીપી - Baked Pav Bhaji Pasta, Pav Bhaji Pasta recipe in Gujarati

તૈયારીનો સમય:    બેકિંગનું તાપમાન:  ૨૦૦° સે (૪૦૦° ફે)   બેકિંગનો સમય:  ૨૦ મિનિટ   બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૨ ટીસ્પૂન પાંવ ભાજી મસાલો
૨ કપ રાંધેલી ફ્યુસિલી
૧ ટેબલસ્પૂન માખણ
૧ ટીસ્પૂન જેતૂનનું તેલ
૧ ટેબલસ્પૂન ઝીણું સમારેલું લસણ
૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા
૧/૨ કપ ઝીણા સમારેલા ટમેટા
૧ ટીસ્પૂન ગરમ મસાલો
૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૨ કપ ઝીણા સમારેલા સિમલા મરચાં
૧/૨ કપ દૂધ
૧/૪ કપ તાજું ક્રીમ
૧/૨ કપ ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ
બેસિલના પાન , ટુકડા કરેલા
૨ ટીસ્પૂન સૂકા ઑરેગાનો
૧ ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્
મીઠું , સ્વાદાનુસાર
૧/૪ કપ સિમલા મરચાંની પટ્ટીઓ(લાલ , પીળા અને લીલા)
સૂકા ઑરેગાનો , છાંટવા માટે
કાર્યવાહી
    Method
  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માખણ અને જેતૂનનું તેલ ગરમ કરી, તેમાં લસણ અને કાંદા ઉમેરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  2. તે પછી તેમાં ટમેટા ઉમેરી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  3. તે પછી તેમાં પાંવ ભાજી મસાલો, ગરમ મસાલો, મરચાં પાવડર અને સિમલા મરચાં મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  4. તે પછી તેમાં ફ્યુસિલી, દૂધ, તાજું ક્રીમ, ૧/૪ કપ ચીઝ, બેસિલ, ઑરેગાનો, મરચાંના ફ્લેક્સ્ અને મીઠું ઉમેરી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  5. આ ફ્યુસિલીને એક માખણ ચોપડેલી બેકીંગ ડીશમાં મૂકી, તેની પર બાકી રહેલું ૧/૪ કપ ચીઝ છાંટી લીધા પછી ઉપર રંગીન સિમલા મરચાંની પટ્ટીઓ મૂકીને થોડું ઑરેગાનો સરખી રીતે છાંટી લો.
  6. આમ તૈયાર થયેલી બેકીંગ ડીશને આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦° સે (૪૦૦° ફે) તાપમાન પર ૧૫ મિનિટ સુધી બેક કરી લો.
  7. તરત જ પીરસો.

Reviews