ગાજર અને કોથમીરની રોટી | Carrot and Coriander Roti

રંગીન અને પૌષ્ટિક આ ગાજર અને કોથમીરની રોટી ચોખાના લોટ અને સોયાના લોટ વડે બનાવીને જ્યારે તાજા દહીં અને ખીચડી સાથે પીરસવામાં આવે છે ત્યારે તે યોગ્ય આહાર બને છે.

Carrot and Coriander Roti recipe In Gujarati

ગાજર અને કોથમીરની રોટી - Carrot and Coriander Roti recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૬રોટી માટે
મને બતાવો રોટી

ઘટકો
૧/૨ કપ ખમણેલા ગાજર
૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર
૧/૪ કપ ચોખાનો લોટ
૧/૪ કપ સોયાનો લોટ
૧/૨ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
એક ચપટીભર હળદર
મીઠું , સ્વાદાનુસાર
૧ ટીસ્પૂન તેલ
ચોખાનો લોટ , વણવા માટે
તેલ , રાંધવા માટે
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી તેમાં જરૂરી હૂંફાળું પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.
  2. આ કણિકના ૬ સરખા ભાગ પાડી દરેક ભાગને ૧૦૦ મી. મી. (૪”) ના ગોળાકારમાં થોડા સૂકા ચોખાના લોટની મદદથી વણી લો.
  3. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેમાં થોડા તેલની મદદથી દરેક રોટીની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
  4. તરત જ પીરસો.

Reviews