ચીલી ગાર્લિક નુડલ્સ રેસીપી | ચાઈનીઝ ચીલી ગાર્લિક નુડલ્સ | ઈન્ડો-ચાઈનીઝ ચિલી ગાર્લિક નૂડલ્સ | ગાર્લિક નુડલ્સ | Chilli Garlic Noodles ( Chinese Cooking )

ચીલી ગાર્લિક નુડલ્સ રેસીપી | ચાઈનીઝ ચીલી ગાર્લિક નુડલ્સ | ઈન્ડો-ચાઈનીઝ ચિલી ગાર્લિક નૂડલ્સ | ગાર્લિક નુડલ્સ | chilli garlic noodles in Gujarati | with 15 amazing images.

ચાઇનીઝ ચીલી ગાર્લિક નૂડલ્સ્ બનાવવામાં ચીલી ઓઇલ ખાસ મહત્વની સામગ્રી ગણવામાં આવે છે, કારણ કે તેની ખુશ્બુ જ વાનગીને વધુ તીવ્ર બનાવે છે. લસણ અને ચીલી ઓઇલ વડે બનતા આ ચીલી ગાર્લિક નૂડલ્સ્ ને સાદું આહાર ગણી શકાય. અહીં નૂડલ્સ્ ને ચીલી ઓઇલ ઉમેરવાથી આ નૂડલ્સ્ માં લસણની ખુશ્બુ વધુ ઊભરીને આવે છે.

જ્યારે તમને કોઇ અટપટી જટિલ વાનગી બનાવવાનો કંટાળો આવતો હોય છતાં કંઈક સ્વાદિષ્ટ બનાવવાની ઇચ્છા થાય, ત્યારે આ ચાઈનીઝ ચીલી ગાર્લિક નુડલ્સને વિકલ્પ તરીકે બનાવી મનચૂરિયન અથવા શેઝવાન સૉસ સાથે તેની મજા લો અથવા તો એમ જ પણ આ નૂડલ્સ્ નો સ્વાદ માણવા જેવો છે.

Chilli Garlic Noodles ( Chinese Cooking ) recipe In Gujarati

ચીલી ગાર્લિક નૂડલ્સ્ - Chilli Garlic Noodles ( Chinese Cooking ) recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

ચીલી ગાર્લિક નૂડલ્સ્ની રેસીપી બનાવવા માટે
૨ ટેબલસ્પૂન તેલ
૧/૪ કપ ઝીણા સ્લાઇસ કરેલા લીલા કાંદાનો સફેદ ભાગ
૧/૪ કપ સમારેલા સિમલા મરચાં (લાલ , લીલો , પીળો)
૨ કપ બાફેલા નૂડલ્સ્
૧/૪ કપ ચીલી-ગાર્લિક સૉસ
મીઠું , સ્વાદાનુસાર
૧/૪ કપ ઝીણા સમારેલા લીલા કાંદાના પાન
કાર્યવાહી
ચીલી ગાર્લિક નૂડલ્સ્ની રેસીપી બનાવવા માટે

    ચીલી ગાર્લિક નૂડલ્સ્ની રેસીપી બનાવવા માટે
  1. ચીલી ગાર્લિક નૂડલ્સ્, એક વૉક / કઢાઇમાં ઉંચા તાપ પર તેલમાં ધુમાડો નીકળવા માંડે ત્યાં સુધી ગરમ કરો.
  2. પછી તેમાં સ્લાઇસ કરેલા લીલા કાંદાનો સફેદ ભાગ અને રંગીન કેપ્સિકમ ઉમેરો.
  3. થોડી સેકંડ સુધી સાંતળી લો.
  4. ચીલી ગાર્લિક સૉસ અને મીઠું નાખો.
  5. ઉંચા તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  6. નૂડલ્સ ઉમેરો.
  7. સારી રીતે મિક્સ કરો અને થોડી સેકંડ માટે ઉંચા તાપ પર રાંધો અને ચીલી ગાર્લિક નૂડલ્સ્ સમારેલા લીલા કાંદાના વડે સજાવીને ગરમા-ગરમ સર્વ કરો.

Reviews