નાળિયેરની ચટણી | Coconut Chutney ( Desi Khana)

જેમ ઉત્તર ભારતના લોકો લીલી ચટણીનો ઉપયોગ કરે છે તેમ દક્ષિણ ભારતના લોકો માટે આ નાળિયેરની ચટણી લગભગ દરેક નાસ્તાની વાનગી સાથે પીરસવામાં આવે છે. તેને ક્યારેક તો સવારના જમણમાં કે પછી રાત્રીનાં જમણમાં પણ પીરસવામાં આવે છે, ખાસ તો વડા અને ઇડલી જેવી નાસ્તાની ડીશમાં આ ચટણી જરૂરી એવી ગણાય છે.

Coconut Chutney ( Desi Khana) recipe In Gujarati

નાળિયેરની ચટણી - Coconut Chutney ( Desi Khana) recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૧કપ માટે
મને બતાવો કપ

ઘટકો
૧ કપ ખમણેલું નાળિયેર
૧/૪ કપ સમારેલી કોથમીર
૩ ટેબલસ્પૂન શેકેલી ચણાની દાળ (દાળીયા)
લીલા મરચાં , સમારેલા
કડી પત્તાં
મીઠું , સ્વાદાનુસાર
૧ ટેબલસ્પૂન તેલ
૧/૨ ટીસ્પૂન રાઇ
૧/૨ ટીસ્પૂન અડદની દાળ
ચપટીભર હીંગ
આખો સૂકો કાશ્મીરી લાલા મરચો , ટુકડા કરેલો
કાર્યવાહી
    Method
  1. ખમણેલું નાળિયેર, કોથમીર, શેકેલી ચણાની દાળ, લીલા મરચાં, ૪ કડી પત્તાં, મીઠું અને થોડું પાણી ભેગું કરી મિક્સરમાં ફેરવી સુંવાળી ચટણી તૈયાર કરો.
  2. આ ચટણીને એક બાઉલમાં કાઢી બાજુ પર રાખો.
  3. એક નાના નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ અને અડદની દાળ મેળવો.
  4. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ, બાકી રહેલા કડી પત્તાં અને લાલ મરચાં મેળવી મધ્યમ તાપ પર થોડી સેંકડ સુધી સાંતળી લો.
  5. આ તૈયાર થયેલા વઘારને નાળિયેરની ચટણી પર રેડી સારી રીતે મિક્સ કરી લો.
  6. આ ચટણીને રેફ્રીજરેટરમાં રાખી મૂકો અને જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરો.

Reviews