અળસી રાયતા | અળસી નું રાયતું | હેલ્દી રાયતા | Flax Seed Raita ( Omega-3 Fatty Acids and Calcium Rich Recipe )

અળસી રાયતા | અળસી નું રાયતું | હેલ્દી રાયતા | flax seed raita in gujarati | with 13 amazing images.

વિશિષ્ટ અળસી નું રાયતું બનાવવા માટે કેલ્શિયમયુક્ત દહીં સાથે અળસીના બીજ ભેગા કરો. અળસીના બીજમાં પ્લાન્ટ ઓમેગા -૩ (એન ૩) ફેટી એસિડ્સનો સૌથી મોટો સ્ત્રોત છે, જે રોગપ્રતિકારક શક્તિ બનાવવા માટે, એલડીએલ ઓક્સિડેશન અને હૃદયરોગને રોકવા માટે જરૂરી છે. ખમણેલી દૂધી આ અળસીના રાયતા નો વોલ્યુમ ઉમેરે છે, જ્યારે ફુદીનો તેને અદ્દભુત સ્વાદ આપે છે. આ તંદુરસ્ત સામગ્રીઓનો સ્વાદિષ્ટ રીતે આનંદ લો!

Flax Seed Raita ( Omega-3 Fatty Acids and Calcium Rich Recipe ) In Gujarati

અળસી રાયતા | અળસી નું રાયતું | હેલ્દી રાયતા | - Flax Seed Raita ( Omega-3 Fatty Acids and Calcium Rich Recipe ) in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

અળસી નું રાયતું બનાવવા માટે
૧ કપ જાડી ખમણેલી દૂધી
૧ કપ તાજુ ફેટેલું લો ફૅટ દહીં
૧/૨ કપ બારીક સમારેલા ફૂદીનાના પાન
૧/૪ ટીસ્પૂન શેકેલું જીરું
૧/૪ ટીસ્પૂન સંચળ (કાળુ મીઠું)
૧/૨ ટીસ્પૂન સાકર
૧ ૧/૨ ટીસ્પૂન શેકેલી અને ભૂક્કો કરેલી અળસી
મીઢું , સ્વાદાનુસાર
કાર્યવાહી
અળસી નું રાયતું બનાવવા માટે

    અળસી નું રાયતું બનાવવા માટે
  1. એક ઉંડા પેનમાં ૧/૪ કપ પાણીની સાથે ખમણેલી દૂધી ઉમેરી, બરાબર મિક્સ કરી લો. મધ્યમ આંચ પર ૪ થી ૫ મિનિટ સુધી અથવા બધુ પાણી વરાળ બની ઉડી જાય ત્યાં સુધી ઢાંકીને રાંધી લો. ઠંડુ થવા માટે બાજુમાં રાખો.
  2. એક ઉંડા બાઉલમાં રાંધેલી દૂધી સહિતની બધી સામગ્રી ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.
  3. અળસીના રાયતાને ઓછામાં ઓછા ૧ કલાક રેફ્રિજરેટ કરો.
  4. અળસીના રાયતાને ઠંડુ પરોસોં.

હાથવગી સલાહ:

    હાથવગી સલાહ:
  1. ૨ ટેબલસ્પૂન અળસીનો પાઉડર મેળવવા માટે મિક્સરમાં ૧ ૧/૨ ટેબલસ્પૂન અળસીને પીસી લો.

Reviews