લીલા વટાણાની પૅનકેક | Green Peas Pancake

આ લીલા વટાણાની પૅનકેક, સામાન્ય રીતે સવારના નાસ્તામાં ખવાતી હોય છે અને પારંપરિક દક્ષિણ ભારતના ઉત્તપાનો રોમાંચક વિકલ્પ છે. આ સ્વાદિષ્ટ વાનગીમાં ફોલીક એસીડ અને ફાઇબરનું પ્રમાણ ઘણું છે જેથી તે ખુબજ આરોગ્યદાયક છે. વધુમા, આથો લાવવાની જરૂર ન હોવાથી, આ પૅનકેક બનાવવી પણ સરળ છે. હમેંશા ફ્રૂટ-સૉલ્ટ સાથે રાખો જેથી આવી ઝટપટ બનતી અને ભાવે એવી વાનગીઓ બનાવી શકો.

Green Peas Pancake recipe In Gujarati

This recipe has been viewed 5092 times

ग्रीन पिज़ पेनकेक - हिन्दी में पढ़ें - Green Peas Pancake In Hindi 
Green Peas Pancake - Read in English 


લીલા વટાણાની પૅનકેક - Green Peas Pancake recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૩૦નાની પૅનકેક માટે
મને બતાવો નાની પૅનકેક

ઘટકો
૩/૪ કપ બાફેલા લીલા વટાણા
૧/૨ કપ ચોખાનો લોટ
૧/૨ કપ ચણાનો લોટ
૧/૪ ટીસ્પૂન હળદર
૧ ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
મીઠું , સ્વાદાનુસાર
૧/૨ ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ
તેલ , ચોપડવા અને રાંધવા માટે
૧/૪ કપ ખમણેલું પનીર
૧/૨ કપ ખમણેલું ગાજર
૧/૪ કપ ઝીણા સમારેલા ટમેટા
કાર્યવાહી
    Method
  1. થોડા પાણી સાથે લીલા વટાણાને બ્લેંડરમા પીસીને કરકરું પેસ્ટ બનાવી લો.
  2. આ પેસ્ટ એક બાઉલમાં નાંખી, તેમાં ચોખાનો લોટ, ચણાનો લોટ, હળદર, લીલા મરચાં, મીઠું અને પર્યાપ્ત માત્રામાં પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરી, રેડી શકાય એવું ખીરૂ બનાવી લો.
  3. પૅનકેક બનાવવાના થોડા સમય પહેલા તેમાં ફ્રૂટ સોલ્ટ ઉમેરી, હળવેથી હલાવી લો.
  4. એક નૉન-સ્ટીક તવાને, થોડું તેલ ચોપડી, ગરમ કરો.
  5. એક નાનો ચમચો ભરીને ખીરૂ તવા પર રેડો અને તેને ચમાચા વડે ફેલાવીને ૫૦ મી. મી. (૨”) વ્યાસનો ગોળાકાર બનાવો.
  6. તેની ઉપર થોડું પનીર, ગાજર અને ટમેટા ભભરાવો અને થોડું તેલ પૅનકેકની ચારેબાજુ રેડી તેને શેકી લો.
  7. જ્યારે પૅનકેકની એક બાજુ શેકાય જાય એટલે પૅનકેકને ઉથલાવી, બીજી બાજુ થોડી સેકંડ માટે શેકી લો.
  8. રીત ક્રમાંક ૪ થી ૭ પ્રમાણે બાકીના નાના પૅનકેક બનાવી લો.
  9. ગરમ-ગરમ પીરસો
  10. હાથવગી સલાહ: તમે એક સાથે તવા પર ૫ થી ૬ પૅનકેક બનાવી શકો છો અથવા તમે મિની ઉત્તપા પૅન પણ વાપરી શકો છો.

Reviews