કેરી કા પાની | કાચી કેરીનું શરબત | આમ પન્ના | Kairi ka Pani

કેરી કા પાની | કાચી કેરીનું શરબત | આમ પન્ના | kairi ka pani recipe in gujarati |

એક ઉત્તમ ઉનાળાનુ કૂલર. ભારતના મોટાભાગના અન્ય પ્રદેશોમાં તેને 'આમ પન્ના' પણ કહેવામાં આવે છે. બાફેલી કાચી કેરીથી બનેલી સ્વાદિષ્ટ રેસિપીમાં કાળુ મીઠુ, જીરું અને આદુનો પાવડર ઉમેરવામાં આવે છે.

કૈરી કા પાની એક ઠંડુ પીણું છે જે ઉનાળા દરમિયાન માનવ શરીરને પ્રદેશમાં પડેલા તીવ્ર તાપને અને ડિહાઇડ્રેશન ને દૂર કરવા પીવા માં આવે છે.

Kairi ka Pani recipe In Gujarati

કેરી કા પાની | કાચી કેરીનું શરબત | આમ પન્ના - Kairi ka Pani recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૫ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

કેરી કા પાની ની રેસીપી બનાવવા માટે
મધ્યમ કદની કાચી કેરી (છાલ કાઢ્યા વગરની)
૩/૪ કપ પીસેલી સાકર
૧ ટીસ્પૂન શેકેલો જીરા પાવડર
૧ ટીસ્પૂન સંચળ (કાળુ મીઠું)
૧/૪ ટીસ્પૂન સૂંઠ
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
કેરી કા પાની ની રેસીપી બનાવવા માટે

    કેરી કા પાની ની રેસીપી બનાવવા માટે
  1. એક ઊંડી નૉન-સ્ટીક કઢાઈમાં કાચી કેરી અને પૂરતું પાણી નાખી, સારી રીતે મિક્સ કરી દો અને મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા ૩૦ મિનિટ સુધી અથવા નરમ થાય ત્યાં સુધી રાંધી લો.
  2. બધુ પાણી ગાળી લો, તેને થોડુંક ઠંડુ થવા દો, કેરીની છાલ કાઢી લો અને સાથે કેરીનો પણ પલ્પ કાઢો.
  3. કેરી ના પલ્પને એક ઊંડા બાઉલમાં નાખો, તેમાં પીસેલી સાકર, જીરા પાવડર, કાળુ મીઠું (સંચળ), સૂંઠ અને મીઠું નાખો અને બરાબર મિક્ષ કરો.
  4. બટાકાના માશરનો ઉપયોગ કરીને તેને સારી રીતે મેશ કરો.
  5. ઊંડા બાઉલમાં કાચી કેરીનું મિશ્રણ અને ૪ ૧/૨ કપ પાણી ભેગું કરી, સારી રીતે મિક્ષ કરી દો.
  6. ઓછામાં ઓછા ૧ કલાક માટે રેફ્રિજરેટ કરો.
  7. 7. ૬ અલગ-અલગ ગ્લાસમાં સમાન પ્રમાણમાં રેડો અને ઠંડુ પીરસો.

Reviews