મિક્સ વેજીટેબલ પરોઠા | Mixed Vegetable Paratha

ઉત્તર ભારતના આ મિક્સ વેજીટેબલ પરોઠા એટલા સ્વાદીષ્ટ છે કે સવારના નાસ્તામાં તેની સાથે બીજી કોઇ પણ વાનગીની જરૂર જ નહીં જણાય. તમારા રેફ્રીજરેટરમાં જે કોઇ શાક હાજર હશે તેનો ઉપયોગ કરીને તમે આ પરોઠા તૈયાર કરી શકો છો. થોડો મસાલાનો છંડકાવ અને ઉપર માખણ મૂકીને તેની ખુશ્બુમાં વધારો કરી શકો છો.

Mixed Vegetable Paratha recipe In Gujarati

This recipe has been viewed 11973 times
5/5 stars  100% LIKED IT   
2 REVIEWS ALL GOOD

मिक्सड वेजिटेबल पराठा - हिन्दी में पढ़ें - Mixed Vegetable Paratha In Hindi 
Mixed Vegetable Paratha - Read in English 


મિક્સ વેજીટેબલ પરોઠા - Mixed Vegetable Paratha recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૫પરોઠા માટે
મને બતાવો પરોઠા

ઘટકો

રોટી માટે
૧/૨ કપ ઘઉંનો લોટ
૧/૨ કપ મેંદો
૨ ટેબલસ્પૂન દૂધ
મીઠું , સ્વાદાનુસાર
૧ ટેબલસ્પૂન પિગળાવેલું ઘી
ઘઉંનો લોટ , વણવા માટે

પૂરણ માટે
૧ ૧/૨ કપ સમારીને બાફી લીધેલા મિક્સ શાકભાજી (ગાજર , ફણસી , લીલા વટાણા વગેરે)
૨ ટેબલસ્પૂન તેલ
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૩/૪ કપ બાફી , છોલીને છુંદેલા બટાટા
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૨ ટીસ્પૂન ઝીણા સમારેલા મરચાં
૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર
ચપટીભર ગરમ મસાલો
મીઠું , સ્વાદાનુસાર

બીજી જરૂરી વસ્તુઓ
તેલ , શેકવા માટે

પીરસવા માટે
તાજું દહીં
કાર્યવાહી
રોટી માટે

    રોટી માટે
  1. એક ઉંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી બહુ કઠણ નહીં અને બહુ નરમ નહીં એવી કણિક તૈયાર કરી લીધા પછી તેને ૧૦ થી ૧૫ મિનિટ સુધી ઢાંકીને બાજુ પર રાખો.
  2. તે પછી કણિકના ૫ સરખા ભાગ પાડી દરેક ભાગને ૧૫૦ મી. મી. (૫”) ના ગોળાકારમાં ઘઉંના લોટની મદદથી વણી લો.
  3. એક ગરમ તવા પર તૈયાર કરેલી દરેક રોટી શેકી લો.
  4. આ રોટીને મલમલના કપડા વડે ઢાંકીને બાજુ પર રાખો.

પૂરણ માટે

    પૂરણ માટે
  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમા કાંદા નાંખી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી અથવા કાંદા અર્ધપારદર્શક થાય ત્યા સુધી સાંતળી લો.
  2. તે પછી તેમા મિક્સ શાકભાજી અને બટાટા મેળવી, સારી રીતે મિક્સ કરીને, મધ્યમ તાપ પર થોડા-થોડા સમયે હલાવતા રહી ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
  3. તે પછી તેમાં કોથમીર, લીલા મરચાં, મરચાં પાવડર, ગરમ મસાલો અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ વધુ ૧ મિનિટ સુધી રાંધી લો.
  4. પૂરણ તાપ પરથી નીચે ઉતારી ઠંડું થવા બાજુ પર રાખો.
  5. પૂરણ ઠંડું થઇ જાય તે પછી તેના ૫ સરખા ભાગ પાડીને બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. તૈયાર કરેલી એક રોટીને સપાટ જગ્યા પર મૂકી તેના પર તૈયાર કરેલું પૂરણનું એક ભાગ અડધી રોટી પર પાથરી રોટીને અર્ધગોળાકારમાં વાળી લો.
  2. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર તૈયાર કરેલી રોટી, થોડા તેલની મદદથી, તેની પર ગોલ્ડન બ્રાઉન ધાબા દેખાય ત્યાં સુધી તેને બન્ને બાજુએથી શેકી લો.
  3. ક્રમાંક ૧ અને ૨ મુજબ બાકીની ૪ રોટી તૈયાર કરો.
  4. તાજા દહીં સાથે તરત જ પીરસો.

Reviews

મિક્સ વેજીટેબલ પરોઠા
 on 28 Aug 17 12:58 PM
5

good recipes
મિક્સ વેજીટેબલ પરોઠા
 on 10 Aug 16 05:14 PM
5

I tried this. Method of making this is different. My kids don''t eat vegetables, i stuff them in this method and give them to eat. get the necessary nutrition from this. the crunch from vegetables gives a nice mouth feel as well.