મૂળા પાલકના પરોઠા ની રેસીપી | Mooli Palak Paratha, Radish Spinach Paratha

આ મૂળા પાલકના પરોઠા બધી રીતે અનોખા છે. તેની કણિકમાં પાલકનો ઉમેરો કરવામાં આવ્યો છે જ્યારે તેનું સ્વાદભર્યું પૂરણ મૂળા વડે તૈયાર કરવામાં આવ્યું છે. રોજના સ્ટફડ પરોઠાથી અલગ અહીં મૂળાના પૂરણને અડધી રાંધેલી રોટી પર પાથરી, તેને વાળીને અર્ધગોળાકાર બનાવીને એક પૂર્ણ અને મજેદાર વાનગી તૈયાર કરવામાં આવી છે.

Mooli Palak Paratha, Radish Spinach Paratha recipe In Gujarati

મૂળા પાલકના પરોઠા ની રેસીપી - Mooli Palak Paratha, Radish Spinach Paratha recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૮ પરોઠા માટે
મને બતાવો પરોઠા

ઘટકો

મૂળા પાલકના પરોઠા ના કણિક માટે
૧ કપ ઝીણી સમારેલી પાલક
૩/૪ કપ મેંદો
૩/૪ કપ ઘઉંનો લોટ
૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ
૧ ટેબલસ્પૂન ઘી
મીઠું , સ્વાદાનુસાર

મૂળા પાલકના પરોઠા ના પૂરણ માટે
૨ કપ ખમણેલા મૂળા
મીઠું, સ્વાદાનુસાર
૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર
૧ ૧/૨ ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં

બીજી જરૂરી વસ્તુઓ
ઘઉંનો લોટ , વણવા માટે
તેલ , રાંધવા માટે
કાર્યવાહી
મૂળા પાલકના પરોઠા ના કણિક માટે

    મૂળા પાલકના પરોઠા ના કણિક માટે
  1. પાલક, લીંબુનો રસ અને ૧ ટેબલસ્પૂન પાણી ભેગા કરી મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરો.
  2. આ પેસ્ટને એક બાઉલમાં કાઢી, તેમાં બાકી રહેલી બધી સામગ્રી મેળવી, તેમાં જરૂરી પાણી ઉમેરી બહુ નરમ નહીં, બહુ કઠણ નહીં એવી કણિક તૈયાર કરી લો. તેને ઢાંકીને ૧૦ મિનિટ માટે બાજુ પર રાખો.

મૂળા પાલકના પરોઠા ના પૂરણ માટે

    મૂળા પાલકના પરોઠા ના પૂરણ માટે
  1. મૂળા પર થોડું મીઠું છાંટી ૧૦ થી ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો. તે પછી તેમાંથી પાણી નીચોવીને કાઢીને ફેંકી દો.
  2. તેમાં કોથમીર અને લીલા મરચાં મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  3. આ પૂરણના ૮ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. કણિકના ૮ સરખા ભાગ પાડી દરેક ભાગને ૧૫૦ મી. મી. (૬”)ના ગોળાકારમાં થોડા ઘઉંના લોટની મદદથી વણી લો.
  2. આ રોટીને એક નૉન-સ્ટીક તવા પર હલકી રીતે શેકીને બાજુ પર રાખો.
  3. પીરસતા પહેલા, એક અર્ધ-શેકેલી રોટીને સપાટ સૂકી જગ્યા પર રાખી, પૂરણનો એક ભાગ રોટીના અર્ધા ભાગ પર પાથરી, રોટીને વાળીને અર્ધ ગોળાકાર બનાવી લો.
  4. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી, થોડા તેલ ની મદદથી પરોઠાની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સૂધી શેકી લો.
  5. રીત ક્રમાંક ૩ અને ૪ પ્રમાણે બાકીના ૭ પરોઠા પણ તૈયાર કરી લો.
  6. તરત જ પીરસો.

Reviews