પૌષ્ટિક મગનું સૂપ ની રેસીપી | Nourishing Moong Soup ( Weight Loss After Pregnancy )

આ પૌષ્ટિક મગનું સૂપ સુવાસમાં કડી પત્તા અને લીંબુના રસના લીધે થોડું હલકું અને નાજુક ગણી શકાય, પણ આ સૂપ પચવામાં અતિ સરળ અને વધુ ઊર્જા ધરાવતું છે.

ગાજર તથા પનીર તેમાં પ્રોટીન તથા વિટામીન-એ ઉમેરે છે, જેથી આ સૂપ જમણ પહેલા લઇ શકાય એવું છે.

Nourishing Moong Soup ( Weight Loss After Pregnancy ) recipe In Gujarati

પૌષ્ટિક મગનું સૂપ ની રેસીપી - Nourishing Moong Soup ( Weight Loss After Pregnancy ) recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

પૌષ્ટિક મગનું સૂપ ની રેસીપી બનાવવા માટે
૧/૨ કપ મગ
૧ ટીસ્પૂન તેલ
૧/૪ ટીસ્પૂન જીરૂ
૪ to ૫ ડી પત્તા
૧/૪ ટીસ્પૂન હીંગ
મીઠું , સ્વાદાનુસાર
૨ ટીસ્પૂન લીંબુનો રસ

સજાવવા માટે
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
કાર્યવાહી
    Method
  1. પૌષ્ટિક મગનું સૂપ ની રેસીપી બનાવવા માટે, મગને સાફ કરી ધોઇને ૫ કપ પાણી સાથે પ્રેશર કુકરમાં ૩ થી ૪ સીટી સુધી બાફી લો.
  2. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
  3. હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
  4. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કડી પત્તા, હીંગ અને બાફેલા મગ (પાણી સાથે) મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ઉકાળી લો.
  5. છેલ્લે તેમાં લીંબુનો રસ મેળવી કોથમીર વડે સજાવીને પૌષ્ટિક મગનું સૂપ ગરમ-ગરમ પીરસો.

હાથવગી સલાહ:

    હાથવગી સલાહ:
  1. આ સૂપમાં વધુ પૌષ્ટિક્તા જોઇતી હોય તો તમે તેમાં ૧/૪ કપ સમારેલું લૉ-ફેટ પનીર અને ૧/૪ કપ ખમણેલા ગાજર રીત ક્રમાંક ૪ પછી મેળવી ધીમા તાપ પર ગાજર બરોબર બફાઇ જાય ત્યાં સુધી ઉકાળી લો.

Reviews