પૌષ્ટિક જુવાર અને ટમેટા ચીલા રેસીપી | જુવાર ના લોટ ના પુડલા | પુડલા રેસીપી | વજન ઘટાડવા પુડલા | Nutritious Jowar and Tomato Chilla

પૌષ્ટિક જુવાર અને ટમેટા ચીલા રેસીપી | જુવાર ના લોટ ના પુડલા | પુડલા રેસીપી | વજન ઘટાડવા પુડલા | nutritious jowar and tomato chila in gujarati | with 18 amazing images.

પારંપારિક રીતે ચીલા ચણાના લોટમાંથી બને છે પણ અહીં આ પૌષ્ટિક જુવાર અને ટમેટા ચીલા રેસીપી જુવાર, ઘઉં અને મકાઇના લોટના આરોગ્યદાયક સંયોજનથી બનાવામાં આવ્યો છે જેથી તે પ્રોટીન અને વિટામિન એ થી ભરપૂર છે.

તમને જોઇતા લોટનું સંયોજન કરી કંઈક નવું બનાવી શકો છો. કોથમીર અને લસણની ચટણી સાથે માણો.

Nutritious Jowar and Tomato Chilla recipe In Gujarati

પૌષ્ટિક જુવાર અને ટમેટા ચીલા રેસીપી - Nutritious Jowar and Tomato Chilla recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ ચીલા માટે
મને બતાવો ચીલા

ઘટકો

પૌષ્ટિક જુવાર અને ટમેટા ચીલા માટે
૧/૪ કપ જુવારનો લોટ
૧/૪ કપ ઘઉંનો લોટ
૧/૪ કપ ઓટસ્નો લોટ
૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા
૧/૨ કપ ઝીણા સમારેલા ટમેટા
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
મીઠું , સ્વાદાનુસાર
૧ ૧/૪ ટીસ્પૂન તેલ , ચોપડવા અને શેકવા માટે
કાર્યવાહી
પૌષ્ટિક જુવાર અને ટમેટા ચીલા બનાવવા માટે

    પૌષ્ટિક જુવાર અને ટમેટા ચીલા બનાવવા માટે
  1. એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, જરૂરી પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી રેડી શકાય તેવું ખીરૂ તૈયાર કરો.
  2. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી ૧/૪ ટીસ્પૂન તેલ ચોપડો.
  3. હવે તેમાં એક ચમચો ભરીને ખીરૂ રેડી અને ચમચા વડે ગોળ ફેલાવી ૧૨૫ મી. મી. (૫”) વ્યાસનો ગોળાકાર બનાવો.
  4. હવે તેને ૧/૪ ટીસ્પૂન તેલની મદદથી ચીલાની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.
  5. બાકીના ૩ ચીલા, રીત ક્રમાંક ૩ અને ૪ પ્રમાણે બનાવો.
  6. કોથમીર અને લસણની ચટણી સાથે ગરમ ગરમ પીરસો.

Reviews