પનીર અને કોર્ન બર્ગર રેસિપી | ભારતીય સ્ટાઈલ પનીર કોર્ન ચીઝ બર્ગર | વેજ ચીઝ બર્ગર | Paneer and Corn Burger, Cottage Cheese and Corn Burger

પનીર અને કોર્ન બર્ગર રેસિપી | ભારતીય સ્ટાઈલ પનીર કોર્ન ચીઝ બર્ગર | વેજ ચીઝ બર્ગર | paneer and corn burger in gujarati | with 46 amazing images.

જ્યારે બર્ગરમાં કરકરા સલાડના પાન, સમારેલા શાક અને ચીઝ-કોર્નની પેટીસ હોય, તો તે પછી તમને બીજું શું જોઇએ?

પનીર અને મકાઇનું સંયોજન પેટીસમાં મજેદાર ગણી શકાય છે, આ ઉપરાંત તેમાં કોથમીર અને મરચાં પેટીસને સ્વાદનો જોમ અને ઉત્સાહીક તીખાશ આપે છે. સંપૂર્ણ જમણનો આંનદ માણવા ફ્રેન્ચ ફ્રાઇસ સાથે પીરસો.

Paneer and Corn Burger, Cottage Cheese and Corn Burger recipe In Gujarati

પનીર અને કોર્નનું બર્ગર રેસિપી - Paneer and Corn Burger, Cottage Cheese and Corn Burger recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ બર્ગર માટે
મને બતાવો બર્ગર

ઘટકો

પેટીસ માટે
૧ કપ ભુક્કો કરેલું પનીર
૧ કપ બાફીને અર્ધકચરા છૂંદેલા મીઠી મકાઇના દાણા
૪ ટેબલસ્પૂન સમારેલી કોથમીર
૩ ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૪ ટેબલસ્પૂન બ્રેડ ક્રમ્બસ્
૨ ટેબલસ્પૂન કોર્નફ્લોર
મીઠું , સ્વાદાનુસાર
૧ કપ મેંદો ૧ ૧/૨ કપ પાણીમાં ઓગાળેલું
બ્રેડ ક્રમ્બસ્ , રોલ કરવા માટે
તેલ , તળવા માટે

પનીર અને કોર્ન બર્ગર માટે બીજી જરૂરી વસ્તુઓ
બર્ગર બન
માખણ , ચોપડવા માટે
૪ ટેબલસ્પૂન મેયોનેઝ
આઇસબર્ગ સલાડના પાન
ટમેટાની સ્લાઇસ
કાંદાની સ્લાઇસ
મીઠું અને મરીનું પાવડર , સ્વાદાનુસાર

પીરસવા માટે
ફ્રેન્ચ ફ્રાઇસ
કાર્યવાહી
પેટીસ માટે

    પેટીસ માટે
  1. એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.
  2. હવે આ મિશ્રણના ૪ સરખા ભાગ પાડી દરેક ભાગને ૭૫ મી. મી. (૩”)ના ગોળકારમાં વાળી લો.
  3. આમ તૈયાર થયેલી પેટીસને મેંદા અને પાણીના મિશ્રણમાં ડુબાડી તરત જ બહાર કાઢીને બ્રેડ ક્રમ્બસ્ માં રગદોળી લો જેથી પેટીસની પર દરેક બાજુએ ક્રમ્બસ્ નો પડ બની જાય.
  4. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં એક વખતે એક પેટીસ નાંખીને તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી ટીશ્યુ પેપર પર કાઢીને બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. પનીર અને કોર્ન બર્ગર બનાવવા માટે, દરેક બર્ગર બનને આડા બે ભાગમાં કાપી લો.
  2. બર્ગર બનના દરેક અડધા ભાગની બંને બાજુએ માખણ લગાવો અને તેને તવા પર હલકા શેકી લો. બાજુ પર રાખો.
  3. હવે આ શેકેલા બનનો નીચેનો ભાગ એક સાફ સૂકી જગ્યા પર મૂકી તેની પર ૧/૨ ટેબલસ્પૂન મેયોનેઝ ચોપડી લો.
  4. તે પછી તેની પર આઇસબર્ગ સલાડના પાન, ૧ પેટીસ, ૨ ટમેટાની સ્લાઇસ અને ૧ કાંદાની સ્લાઇસ મૂકી ઉપર મીઠું અને મરી ભભરાવી લો.
  5. તે પછી તેની પર બનનો ઉપરનો બીજો ભાગ મૂકી હલકા હાથે દબાવી લો.
  6. રીત ક્રમાંક ૧ થી ૫ મુજબ વધુ ૩ બર્ગર તૈયાર કરી લો.
  7. ફ્રેન્ચ ફ્રાઇસ સાથે તરત જ પીરસો.

Reviews