પાપડ મંગોડી નું શાક રેસીપી | વડી પાપડ નું શાક બનાવો | Papad Mangodi ki Sabzi Recipe, Rajasthani

પાપડ મંગોડી નું શાક રેસીપી | વડી પાપડ નું શાક બનાવો | papad mangodi ki subzi in gujarati |

એક મેચ - મગની દાળની મંગોડી અને અડદની દાળના પાપડ! જ્યારે આ તંદુરસ્ત અને સ્વાદિષ્ટ કોમ્બો ટેન્ગી દહીં અને મસાલા પાવડરમાં મળે છે, ત્યારે તમને મસાલાવાળું સ્વાદિષ્ટ શાક મળે છે.

રાઇ અને જીરુંનો સરળ વઘાર પાપડ મંગોડી ના શાકને એક અત્યંત મોહક સુગંધ આપે છે. પાપડ ફક્ત અંત તરફ ઉમેરો કારણ કે તે ઝડપથી નરમ થશે.

Papad Mangodi ki Sabzi Recipe, Rajasthani In Gujarati

પાપડ મંગોડી નું શાક રેસીપી - Papad Mangodi ki Sabzi Recipe, Rajasthani in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

પાપડ મંગોડી નું શાક બનાવવા માટે
મધ્યમ આકારના અડદની દાળના કાચા પાપડ , નાના ટુકડામાં તોડેલા
૧ કપ ભૂક્કો કરેલી તૈયાર મગની દાળની મંગોડી
૧ કપ દહીં
૨ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
૪ ટીસ્પૂન ધાણા પાવડર
૧ ટીસ્પૂન આમચૂર
૧/૪ ટીસ્પૂન હળદર
૨ ટેબલસ્પૂન તેલ
૧ ટીસ્પૂન જીરું
૧/૨ ટીસ્પૂન રાઇ
એક ચપટી હીંગ
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
પાપડ મંગોડી નું શાક બનાવવા માટે

    પાપડ મંગોડી નું શાક બનાવવા માટે
  1. એક ઊંડા બાઉલમાં દહીં, લાલ મરચાંનો પાવડર, ધાણા પાવડર, આમચૂર, હળદર અને ૧ કપ પાણી ભેગું કરો અને હ્વિસ્કની મદદથી સારી રીતે મિક્સ કરો. એક બાજુ રાખો.
  2. પ્રેશર કૂકરમાં ૧ ટેબલસ્પૂન તેલ ગરમ કરો, તેમાં ભૂક્કો કરેલી મંગોડી નાખીને મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ માટે સાંતળી લો.
  3. ૧ કપ પાણી ઉમેરો, સારી રીતે મિક્સ કરી દો અને ૨ સીટીઓ માટે પ્રેશર કૂક કરો.
  4. ઢાંકણ ખોલતા પહેલા વરાળને નીકળી જવા દો. એક બાજુ રાખો.
  5. એક ઊંડા નોન-સ્ટીક કઢાંઈમાં બાકીનું ૧ ટેબલસ્પૂન તેલ ગરમ કરો, તેમાં જીરું, રાઇ અને હીંગ નાંખો અને થોડી સેકંડ માટે મધ્યમ તાપ પર સાંતળી લો.
  6. ગેસ પર થી ઉતારી લો અને દહીંનું મિશ્રણ, રાંધેલા મેંગોડી અને મીઠું નાખીને બરાબર મિક્સ કરી લો.
  7. ફરી થી ગેસ પર મૂકો અને મધ્યમ તાપ પર ૨ મિનિટ માટે વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  8. પાપડ ઉમેરો, સારી રીતે મિક્સ કરી દો અને મધ્યમ તાપ પર ૧ મિનિટ માટે વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  9. તરત જ પીરસો.

Reviews