પીયૂષ, ફરાળી વાનગી | Piyush, Faral Piyush Recipe

પીયૂષ સ્વાદમાં મધુર છે એ વાતમાં કોઇ બે મત નથી, આવું આ પીણું ખાસ તો ગરમીના દીવસોમાં જ્યારે તમે ઉપવાસ પર હો ત્યારે વધુ મધુર લાગે છે. ફરાળી વાનગીઓ સાથે આ પીણું તમને સારો એવો સમય તૃપ્ત રાખશે, કારણકે તેમાં લહેજતદાર વસ્તુઓ જેવી કે શ્રીખંડ અને તાજી છાસનું સંયોજન છે.

વિવિધ મસાલા જેવા કે કેસર આ પીણાને વધુ રંગદાર અને સુગંધીદાર બનાવે છે. અહીં અમે પીયૂષને પીસ્તા વડે સજાવીને વધુ રંગીન બનાવ્યું છે. તમે પણ તેમાં બીજા સૂકા મેવા ઉમેરી શકો છો.

Piyush, Faral Piyush Recipe In Gujarati

પીયૂષ, ફરાળી વાનગી - Piyush, Faral Piyush Recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૨ કપ કેસરની ખુશ્બુવાળું શ્રીખંડ
૩ કપ તાજી છાસ
૨ ટેબલસ્પૂન સાકર
એક ચપટીભર એલચી પાવડર
એક ચપટીભર જાયફળ પાવડર

સજાવવા માટે
૨ ટેબલસ્પૂન પીસ્તાની કાતરી
થોડા કેસરના રેસા
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરીને તેને સારી રીતે વલોવી લીધા પછી રેફ્રીજરેટરમાં લગભગ ૨ કલાક ઠંડું થવા મૂકો.
  2. તે પછી તેને ૪ ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડી પીસ્તા અને કેસર વડે સજાવીને ઠંડું પીરસો.

Reviews