અડદની દાળની રોટી | Urad Dal Roti

દક્ષિણ ભારતમાં બનતા નાસ્તા જેવા કે ઇડલી, ઢોસા અને વડા, અડદની દાળમાંથી બને છે અને તેમાંથી તમે દાળ પણ બનાવી હશે. હવે તમે જાણો, આ પ્રોટીનથી ભરપૂર અડદની દાળ, રોટી બનાવવામાં પણ વાપરી શકો છો. અડદની દાળની રોટીમાં છે, એક અનેરો દેખાવ અને પારંપરિક ભારતીય મસાલાઓની અનોખી સોડમ.

Urad Dal Roti recipe In Gujarati

This recipe has been viewed 7019 times



અડદની દાળની રોટી - Urad Dal Roti recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૬રોટી માટે

ઘટકો
૧/૨ કપ પલાળેલી અને ઉકાળેલી અડદની દાળ
૧/૪ કપ મેંદો
૧/૪ કપ ઘઉંનો લોટ
તેલ
૧/૪ ટીસ્પૂન અજમો
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૪ ટીસ્પૂન હળદર
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
મીઠું , સ્વાદાનુસાર
ઘઉંનો લોટ , વણવા માટે
તેલ , શેકવા માટે
કાર્યવાહી
    Method
  1. એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, સારી રીતે મિક્સ કરી, જરૂર પુરતું પાણી નાંખી, મસળીને નરમ કણિક તૈયાર કરો.
  2. કણિકના ૬ સરખા ભાગ પાડી, દરેક ભાગને ઘઉંના લોટની મદદથી ૧૨૫ મી. મી. (૫”) વ્યાસના ગોળાકારમાં વણી લો.
  3. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી થોડા તેલની મદદથી દરેક રોટીને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.
  4. તરત જ પીરસો.

Reviews