બટાટાના કુરકુરે - Aloo Kurkure

Aloo Kurkure recipe In Gujarati

This recipe has been viewed 10745 times
5/5 stars  100% LIKED IT   
4 REVIEWS ALL GOOD

Aloo Kurkure - Read in English 


ફૂદીનાવાળા છૂંદેલા બટાટાને વિશિષ્ટ રીતે બનાવેલા લોટના ખીરામાં બોળી, તેને ભૂક્કો કરેલા પૌવાનું આવરણ કરી, લલચાવે તેવા કરકરા થાય ત્યાં સુધી તળી લો. તમે જ્યારે તેને ટીશ્યુ પેપર પર સૂકા થવા મૂકશો ત્યારે તળેલા પૌવાનો કરકરો અહેસાસ તમને લલચાવશે અને તમને બાકીના બોલ્સ તળવા પહેલા, તૈયાર થયેલા બોલ્સ ખાવાનું મન થઇ જશે. ખરેખર, આ સ્વાદિષ્ટ બટાટાના કુરકુરે, પારંપરિક પણ લાગે છે અને આધુનિક પણ લાગે છે અને નાના-મોટા બધાનો પ્રિય નાસ્તો બને છે. આ ગરમ-ગરમ બટાટાના કુરકુરે તમે સ્વીટ અને સાવર સૉસ સાથે અથવા તમારી મનપસંદ ચટણી સાથે પીરસો.

બટાટાના કુરકુરે - Aloo Kurkure recipe in Gujarati

તૈયારીનો સમય: ૫ મિનિટ   બનાવવાનો સમય: ૯ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૬કુરકુરે માટે

ઘટકો
૧ કપ બાફી , છોલીને મસળી લીધેલા બટેટા
૧/૨ કપ સમારેલા ફૂદીનાના પાન
૧/૨ ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૨ ટીસ્પૂન શેકેલું જીરા પાવડર
૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ
મીઠું , સ્વાદાનુસાર
૧/૩ કપ મેંદો
૧/૩ કપ ભૂક્કો કરેલા પૌવા
તેલ , તળવા માટે

પીરસવા માટે
સ્વીટ અને સાવર સૉસ
કાર્યવાહી
    Method
  1. એક બાઉલમાં બટેટા, ફૂદીનો, લીલા મરચાં, જીરા પાવડર, લીંબુનો રસ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  2. આ મિશ્રણના ૬ સરખા ભાગ પાડી, દરેક ભાગને હાથની મદદથી ગોળ બોલનો આકાર આપી બાજુ પર રાખો.
  3. મેંદાને થોડા પાણીમાં મેળવી, મુલાયમ અને જાડી પેસ્ટ બનાવી બાજુ પર રાખો.
  4. હવે બનાવેલા દરેક બોલને લોટના પેસ્ટમાં બોળી, ભૂક્કો કરેલા પૌવામાં ફેરવો જેથી તેનું એકસરખું આવરણ બોલની ચારેબાજુએ લાગી જાય.
  5. એક કઢાઇમાં તેલ ગરમ કરી, બોલ્સને થોડા-થોડા કરી દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો અને ટીશ્યુ પેપર પર સૂકા થવા મૂકો.
  6. સ્વીટ અને સાવર સૉસ સાથે ગરમ-ગરમ પીરસો.

Reviews