આલુ મેથી ની રેસીપી - Aloo Methi

Aloo Methi recipe In Gujarati

This recipe has been viewed 4564 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

Aloo Methi - Read in English 


આલુ મેથીની સબ્જી રોજની વાનગી તરીકે ગણાય છે, કારણકે તે સહેલાઇથી તૈયાર કરી શકાય છે, તે ઉપરાંત તે સ્વાદિષ્ટ પણ છે અને તે એવી અદભૂત છે કે જ્યારે-જ્યારે તમે તે બનાવશો ત્યારે-ત્યારે તેના સ્વાદમાં એક અલગ જ નવો અનુભવ થશે, અને તેનું કારણ છે તેમાં રહેલા બટાટાની નરમાશ અને આનંદદાઇ મેથીની કડવાશ છે.

ખરેખર તો આ આલુ મેથીની સબ્જી એવી ભારતીય વાનગી છે જે દુનિયાભરમાં ખ્યાતી ધરાવે છે, કારણ કે તેમાં આપણી રોજના વપરાશની વસ્તુઓ જેવી કે આદૂ, લસણ, જીરૂ અને લાલ મરચાં છે. આ આલુ મેથીની સબ્જીની લિજ્જત એવી છે કે તમને તમારી રોજની જરૂરીયાતથી પણ વધુ એક-બે રોટલી ખવાઇ જાય તો પણ તેનો ખ્યાલ નહીં રહે.

Aloo Methi recipe - How to make Aloo Methi in gujarati

તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૯ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૩ માત્રા માટે

ઘટકો

આલુ મેથી ની રેસીપી બનાવવા માટે
૧/૨ કપ બાફીને છોલેલા બટાટાના ટુકડા
૪ કપ સમારેલી મેથી (ધોઇને નીતારેલી)
મીઠું , સ્વાદાનુસાર
૪ ટેબલસ્પૂન તેલ
૧ ટીસ્પૂન જીરૂ
૧/૪ ટીસ્પૂન હીંગ
૧ ટીસ્પૂન સમારેલું લસણ
૧ ટીસ્પૂન સમારેલું આદૂ
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
આખ લાલ કાશ્મીરી મરચાં , ટુકડા કરેલા
૧/૨ ટીસ્પૂન હળદર
૨ ટીસ્પૂન ધાણા-જીરા પાવડર
કાર્યવાહી
  Method
 1. આલુ મેથી ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં મેથી મૂકી તેની પર થોડું મીઠું છાંટીને હળવા હાથે મિક્સ કરી ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.
 2. તે પછી મેથીને દબાવીને તેમાંથી પાણી કાઢી લીધા પછી મેથીને બાજુ પર રાખો અને પાણી ફેંકી દો.
 3. હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ અને હીંગ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
 4. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લસણ, આદૂ, લીલા મરચાં અને લાલ મરચાં મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
 5. તે પછી તેમાં હળદર અને બટાટા મેળવી હળવેથી મિક્સ કરી મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
 6. છેલ્લે તેમાં મેથી, ધાણા-જીરા પાવડર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
 7. આલુ મેથી ગરમ ગરમ પીરસો.
આલુ મેથી ની રેસીપી recipe with step by step photos

જો તમને આ આલો મેથીની સબ્જી ગમે

 1. જો તમને આ આલો મેથીની સબ્જી ગમે, તો તમે અન્ય પંજાબી સબઝી પણ અજમાવી શકો છો જેવી કે
   


આલુ મેથી કેવી રીતે બનાવશો

 1. એક ઊંડા બાઉલમાં સમારેલી મેથીના પાન લઇ તેની પર થોડું મીઠું છાંટી સારી રીતે મિક્સ કરી લો. તેને ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો. મેથીની ભાજી સ્વાદમાં કડવી હોવાથી તેમાં મીઠું મેળવવાથી તેની કડવાશ પાણી દ્વારા જતી રહે છે. આમ આલુ મેથીની ભાજીમાં કડવાશ ઓછી કરી શકાય છે.
 2. મેથીને હાથ વડે દબાવીને તેમાંથી બધુ પાણી કાઢીને બાજુ પર રાખો. પાણીને ફેંકી દો.
 3. હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂં ઉમેરો.
 4. તે પછી તેમાં હીંગ પણ ઉમેરો. હીંગની માત્રા ભલે થોડી ઓછી છે, છતાં પણ તેનો સ્વાદ મધુર હોવાથી ભારતીય શાકની દરેક વાનગીમાં તેનો ઉપયોગ ઓછા વત્તા પ્રમાણમાં પણ જરૂર થાય છે.
 5. આમ તેને મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી અથવા તો દાણા તતડવા માંડે ત્યાં સુધી સાંતળી લો.
 6. જ્યારે દાણા તતડવા માંડે ત્યારે તેમાં સમારેલું લસણ ઉમેરો.
 7. તે પછી તેમાં આદૂ મેળવો. અહીં આદૂ વડે આ આલુ મેથીની ભાજીને રૂચિકર સ્વાદ પ્રાપ્ત થાય છે. હવે તેમાં લીલા મરચાં મેળવો જેથી ભાજીમાં થોડી તીખાશ ભળે.
 8. ઉપરાંત તેમાં સૂકા લાલ મરચાં પણ મેળવો.
 9. હવે તેને સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો. તે પછી તેમાં હળદર મેળવો જેથી આલુ મેથીને હળવો રંગ મળે.
 10. હવે આ આલુ મેથીની ભાજીમાં બાફેલા બટાટા મેળવો.
 11. હવે તેને હળવા હાથે મિક્સ કરીને મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી રાંધી લો. શાકને વચ્ચે-વચ્ચે હળવા હાથે હલાવતા રહો, પણ ધ્યાન રાખો કે બટાટા તૂટે નહીં, બટાટા થોડા ગોલ્ડન કલરના થવા જોઇએ.
 12. હવે તેમાં મેથી મેળવો.
 13. તે પછી તેમાં ધાણા-જીરા પાવડર મેળવો. ધાણા અને જીરાને સૂકા શેકીને મિક્સરમાં પીસીને તેનો પાવડર તૈયાર કરવામાં આવે છે.
 14. છેલ્લે આ આલુ મેથીની ભાજીમાં મીઠું મેળવો.
 15. તેને સારી રીતે મિક્સ કરી આલુ મેથીને મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
 16. આલુ મેથીની ભાજીને ગરમા-ગરમ ફૂલકા સાથે પીરસો.

Reviews