મજેદાર નાના બટાટા અને કેલ્શીયમથી ભરપૂર એવા પનીરના સંયોજનથી બનતું આ ચાટ ખુબજ સુંદર અને ભવ્ય બને છે. આ ચાટનો સૌમ્ય સ્વાદ, લીંબુનો રસ અને ચાટ મસાલો નાંખવાથી, એકદમ ખટ્ટ-મીઠો અને હંમેશા યાદ રહે તેવો બને છે.
બટાટા અને પનીરની ચાટ - Aloo Paneer Chaat recipe in Gujarati
Method- એક નૉન-સ્ટીક તવા પર તેલ ગરમ કરો અને તેમાં બટાટા ઉમેરી, તેને મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ અથવા બટાટા ચારેબાજુએથી બ્રાઉન થઇ જાય ત્યાં સુધી, વચ્ચે-વચ્ચે હલાવતા રહી, રાંધી લો.
- હવે બટાટાના ટુકડાઓને તવાની ચારેબાજુની કીનારી પર સરકાવો.
- હવે તવાની વચ્ચે બાકી રહેલા તેલમાં બાફેલા લીલા વટાણા અને આદૂ ઉમેરી, સારી રીતે મિક્સ કરી લો અને મધ્યમ તાપ પર, ૧ થી ૨ મિનિટ સુધી, વચ્ચે-વચ્ચે હલાવતા રહી, રાંધી લો.
- હવે તેમાં પનીર, મીઠું, ચાટ મસાલો, લીલા મરચાં અને લીંબુનો રસ ઉમેરી, સારી રીતે મિક્સ કરી લો અને તેને મધ્યમ તાપ પર, ૨ થી ૩ મિનિટ, વચ્ચે-વચ્ચે હલાવતા રહી, રાંધી લો.
- હવે તવાની કીનારી પરના બટાટાને તવાની વચ્ચે સરકાવો અને મિશ્રણને ઉછાળીને સારી રીતે મિક્સ કરી લો.
- કોથમીર વડે સજાવીને તરત જ પીરસો.