એપલ જામ ની રેસીપી - Apple Jam

Apple Jam recipe In Gujarati

This recipe has been viewed 445 times

Apple Jam - Read in English 


એક વિપુલતાવાળું પીળા રંગનું લીંબુના સ્વાદવાળું આ એપલ જામ પાંઉ, બ્રેડ કે પૅનકેક સાથે સરસ મેળ બેસતું છે.

આ જામમાં તજનો પાવડર મેળવવાના બદલે જામ જ્યારે ગરમ હોય ત્યારે તેમાં આખા તજનો ટુકડો ઉમેરીને વાસણને થોડો સમય બંધ રાખશો, તો ધીમે-ધીમે તજની ખુશ્બુ તેમાં ઓગળવા માંડશે. જામમાં સફરજનનું મિશ્રણ કરતી વખતે સફરજનને મિક્સરમાં ફેરવવા કરતાં તેને ખમણીને જો તેમાં મેળવશો, તો આ જામ ખાસ અલગ પ્રકારનું તૈયાર થશે.

આ વાનગીની ખાસિયત તો એ છે કે તેને બહુ ટુંક સમયમાં માઇક્રોવેવમાં બનાવીને ક્યારે પણ તૈયાર કરી શકાય છે.

Apple Jam recipe - How to make Apple Jam in gujarati

તૈયારીનો સમય: ૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૦.૫ કપ (૭ ટેબલસ્પૂન) માટે
મને બતાવો કપ (૭ ટેબલસ્પૂન)

ઘટકો

એપલ જામ ની રેસીપી બનાવવા માટે
૧ ૧/૨ કપ છોલીને ખમણેલા સફરજન
૨ ટેબલસ્પૂન સાકર
૧ ૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ
૧/૪ ટીસ્પૂન તજનો પાવડર (ફરજીયાત નથી)
કાર્યવાહી
    Method
  1. એપલ જામ ની રેસીપી બનાવવા માટે, એક માઇક્રોવેવ સેફ બાઉલમાં સફરજન અને સાકર મેળવી ઉંચા તાપમાન પર ૨ મિનિટ સુધી માઇક્રોવેવ કરી લો.
  2. પછી બાઉલને માઇક્રોવેવમાંથી બહાર કાઢી તેમાં લીંબુનો રસ અને તજનો પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી, ફરીથી બાઉલને માઇક્રોવેવમાં મૂકી ઉંચા તાપમાન પર ૨ ૧/૨ મિનિટ સુધી માઇક્રોવેવ કરી લો.
  3. તે પછી તેને ઠંડું પાડી હવાબંધ બરણીમાં ભરીને રેફ્રીજરેટરમાં રાખો.
  4. જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરો.

Reviews