બાદશાહી ખીચડી - Badshahi Khichdi

Badshahi Khichdi recipe In Gujarati

This recipe has been viewed 3250 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

Badshahi Khichdi - Read in English 


સામાન્ય રીતે ખીચડી શબ્દ સાંભળતા આપણા મનમાં એક સાદા અને સરળ જમણની છબી રજૂ થાય છે, પણ અહીં એક શાહી ખીચડી પ્રસ્તુત કરવામાં આવી છે.

દાળ અને ચોખાના સંયોજનની સાથે રોજીંદા મસાલા ઉમેરી બનતી આ ખીચડીની ઉપર એક સ્વાદિષ્ટ બટાટાની ભાજી બનાવીને તેની ઉપર વઘારેલું દહીંનું થર પાથરવામાં આવ્યું છે. આ બાદશાહી ખીચડીને ગરમા ગરમ પીરસવાથી એક સંપૂર્ણ જમણનો અહેસાસ જરૂરથી થશે.

તે છતાં પણ અહીં એક રસપ્રદ વાતની નોંધ કરવા જેવી છે કે આ સહેલાઈથી બનતી ખીચડીમાં સામાન્ય રીતે વપરાતી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે.

બાદશાહી ખીચડી - Badshahi Khichdi recipe in Gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   પલાળવાનો સમય:  ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૩૦ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

ભાત માટે
૧ કપ ચોખા
૧/૨ કપ તુવરની દાળ
૨ ટેબલસ્પૂન ઘી
લવિંગ
૨૫ મિલીમીટર (૧”) નો તજનોટુકડો
એક ચપટીભર હીંગ
૧/૪ ટીસ્પૂન હળદર
મીઠું , સ્વાદાનુસાર

બટાટાની ભાજી માટે
૧ ૧/૨ કપ છોલીને ટુકડા કરેલા બટાટા
૨ ટેબલસ્પૂન ઘી
૧ ટીસ્પૂન રાઇ
૧/૨ કપ સ્લાઇસ કરેલા કાંદા
૧ ટીસ્પૂન આદૂ-લીલા મરચાંની પેસ્ટ
૧/૪ ટીસ્પૂન હળદર
૧ ટીસ્પૂન મરચાં પાવડર
૧ ટીસ્પૂન ધાણા પાવડર
મીઠું , સ્વાદાનુસાર
૧/૪ કપ તાજું દહીં

વઘારેલી દહીં માટે
૧ કપ તાજું દહીં
મીઠું , સ્વાદાનુસાર
૧ ટીસ્પૂન ઘી
૧ ટીસ્પૂન રાઇ
૪ to ૬ કડી પત્તા

સજાવવા માટે
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
કાર્યવાહી
ભાત માટે

  ભાત માટે
 1. ચોખા અને તુવરની દાળ સાફ કરી, ધોઇને લગભગ ૧૫ મિનિટ સુધી જરૂરી પાણીમાં પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર રાખો.
 2. એક પ્રેશર કુકરમાં ઘી ગરમ કરી તેમાં લવિંગ અને તજ નાંખી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
 3. તે પછી તેમાં હીંગ અને હળદર ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
 4. તે પછી તેમાં ચોખા, તુવરની દાળ, મીઠું અને ૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૪ સીટી સુધી રાંધી લો.
 5. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો. તે પછી તેને સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.

બટાટાની ભાજી માટે

  બટાટાની ભાજી માટે
 1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં રાઇ મેળવો.
 2. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
 3. તે પછી તેમાં આદૂ-મરચાંની પેસ્ટ, હળદર, મરચાં પાવડર અને ધાણા પાવડર મેળવી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સાંતળી લો.
 4. પછી તેમાં બટાટા અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી પૅનને ઢાંકી મધ્યમ તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી અથવા બટાટા બરોબર રંધાઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
 5. તેને તાપ પરથી નીચે ઉતારી તેમાં દહીં મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.

વઘારેલા દહીં માટે

  વઘારેલા દહીં માટે
 1. એક બાઉલમાં દહીં અને મીઠું મેળવી દહીંને જેરી લીધા પછી બાજુ પર રાખો.
 2. એક નાના નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમા રાઇ મેળવો.
 3. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કડી પત્તા મેળવી મધ્યમ તાપ પર ૧૫ સેકંડ સુધી સાંતળી લો.
 4. આ વઘારને જેરી લીધેલા દહીં પર રેડી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.

આગળની રીત

  આગળની રીત
 1. પીરસતા પહેલા, એક પીરસવાની ડીશમાં ભાત મૂકો અને તેની પર બટાટાનું શાક સરખી રીતે પાથરીને છેલ્લે તેની પર વઘારેલું દહીં સરખી રીતે રેડી લો.
 2. કોથમીર વડે સજાવીને તરત જ પીરસો.

Reviews