બાજરા આલુની રોટી - Bajra Aloo ki Roti

Bajra Aloo ki Roti recipe In Gujarati

This recipe has been viewed 2301 times

Bajra Aloo ki Roti - Read in English 


ગુજરાતના પારંપારીક બાજરાના રોટલાને અહીં એક મજેદાર અને અલગ રીતે રજુ કરવામાં આવી છે. આ બાજરા આલુની રોટીમાં મસળેલા બટાટા તેને ખુબજ નરમ બનાવે છે જ્યારે આમચૂર, કોથમીર અને લીલા મરચાંની પેસ્ટ તેને વધુ ચટપટી બનાવે છે. નાળિયેર અને કાંદા તેને કરકરો અહેસાસ આપી તેની ખુશ્બુમાં વધારો કરે છે. આમ તો આ રોટી બનાવી સરળ છે પણ વણતી વખતે ધ્યાન રાખવું કે તેના પર બહુ દબાણ ન આપવું નહીં તો તેની કીનારીઓ ફાટી જશે.

Bajra Aloo ki Roti recipe - How to make Bajra Aloo ki Roti in gujarati

તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૧૨રોટી માટે
મને બતાવો રોટી

ઘટકો
૨ કપ બાજરીનો લોટ
૩/૪ કપ બાફી , છોલીને મસળેલા બટાટા
૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા
૧/૪ કપ ખમણેલું નાળિયેર
૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર
૨ ટીસ્પૂન આદૂ-લીલા મરચાંની પેસ્ટ
૧ ટીસ્પૂન આમચૂર
૧ ટીસ્પૂન ગરમ મસાલો
મીઠું , સ્વાદાનુસાર
બાજરીનો લોટ , વણવા માટે
ઘી , રાંધવા માટે

પીરસવા માટે
અથાણું
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા ખુલ્લા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી સુંવાળી કણિક તૈયાર કરો.
  2. આ કણિકના ૧૨ સરખા ભાગ પાડી લો.
  3. દરેક ભાગને ૧૫૦ મી. મી. (૬”)ના ગોળાકારમાં સૂકા બાજરાના લોટની મદદથી વણી લો.
  4. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી મધ્યમ તાપ પર થોડા ઘીની મદદથી રોટી બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
  5. રીત ક્રમાંક ૩ અને ૪ પ્રમાણે બાકીની ૧૧ રોટીઓ પણ તૈયાર કરો.
  6. અથાણાં સાથે તરત જ પીરસો.

Reviews