બાજરી લીલા વટાણાની રોટી ની રેસીપી - Bajra Peas Roti, Low Acidity Recipe

Bajra Peas Roti, Low Acidity Recipe In Gujarati

This recipe has been viewed 1434 timesવધુ એક અતિ પ્રખ્યાત રોટી એટલે બાજરીની રોટી. નવીનતાભરી આ બાજરી લીલા વટાણાની રોટીમાં પેટને માફક આવે એવા બાફેલા અને છૂંદેલા લીલા વટાણા છે જેના વડે તે સ્વાદિષ્ટ અને સંતોષકારક પણ લાગે છે.

સારી માત્રમાં ઉમેરેલી કોથમીર આ વાનગીને સુગંધી બનાવે છે અને તેમાં ઉમેરેલી આદૂ-લીલા મરચાંની થોડી પેસ્ટ અને મરી તેને વધુ મજેદાર બનાવે છે. અહીં ખાસ યાદ રાખવાનું કે આ બાજરીની રોટી ગરમા ગરમ જ પીરસવી જેથી તમે તેની સુગંધ અને બનાવટની મજા માણી શકો.

બાજરી લીલા વટાણાની રોટી ની રેસીપી - Bajra Peas Roti, Low Acidity Recipe in Gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૮ રોટી માટે
મને બતાવો રોટી

ઘટકો

બાજરી લીલા વટાણાની રોટી ની રેસીપી બનાવવા માટે
૧ કપ બાજરીનો લોટ
૧/૨ કપ બાફીને છૂંદેલા લીલા વટાણા
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૧ ટીસ્પૂન આદૂ-લીલા મરચાંની પેસ્ટ
૧/૪ ટીસ્પૂન તાજું પીસેલું કાળા મરીનું પાવડર
મીઠું , સ્વાદાનુસાર
બાજરીનો લોટ , વણવા માટે
૨ ટીસ્પૂન તેલ , રાંધવા માટે
કાર્યવાહી
    Method
  1. બાજરી લીલા વટાણાની રોટી ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી જરૂરી ગરમ પાણી સાથે નરમ કણિક બનાવી લો.
  2. આ કણિકના ૮ સરખા ભાગ પાડી લો.
  3. એક ભાગને રોટલી વણવાના પાટલા પર મૂકી સૂકા લોટની મદદથી આંગળીઓ વડે ધીરે ધીરે થાપીને ૧૫૦ મી. મી. (૬")ના વ્યાસના ગોળાકારમાં વણી લો.
  4. હવે એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી ૩/૪ ટીસ્પૂન તેલ વડે રોટીને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
  5. રીત ક્રમાંક ૩ અને ૪ મુજબ વધુ ૭ રોટી તૈયાર કરી લો.
  6. તરત જ પીરસો.

Reviews