બેક્ડ નાચનીની સેવ ની રેસીપી - Baked Nachni Sev

Baked Nachni Sev recipe In Gujarati

This recipe has been viewed 1160 times

Baked Nachni Sev - Read in English 


નાચનીમાં લોહતત્વ બહુ સારા પ્રમાણમાં હોય છે, જેથી તેની રોટી બનાવવી એક સરસ વિચાર ગણી શકાય, પણ વારંવાર નાચનીની રોટી ખાઇને કંટાળો તો જરૂર આવે. જેથી અહીં અમે આ નાચનીનો પૌષ્ટિક ગુણ નજર સામે રાખી ઘણા વિચાર પછી જમણમાં તેનો ઉપયોગ જુદી રીતે કેમ કરવો તે રજૂ કર્યું છે. જીભને સ્વાદિષ્ટ લાગે તથા લોહતત્વના લીધે એનેમિયાને દૂર રાખે એવી છે આ બેક્ડ નાચની સેવની વાનગી.

નાચનીની નરમ કણિકમાં મસાલા પાવડર, લીંબુનો રસ વગેરે મેળવીને સેવ બનાવવાના સંચા વડે તૈયાર થતી આ સેવ ફક્ત અડધા કલાકમાં બેક કરી શકાય છે. આ મજેદાર સેવને હવાબંધ બરણીમાં ભરીને જ્યારે સાંજના નાસ્તામાં કંઇક ખાવાની ઇચ્છા થાય ત્યારે ખાઇને આનંદ માણો.

Baked Nachni Sev recipe - How to make Baked Nachni Sev in gujarati

તૈયારીનો સમય: ૫ મિનિટ   બેકીંગનું તાપમાન:  २००° સે (४००° ફે)   બેકીંગનો સમય:  ૨૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૧.૨૫ કપ માટે
મને બતાવો કપ

ઘટકો
૧ કપ નાચનીનો લોટ
૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૪ ટીસ્પૂન હળદર
૧/૪ ટીસ્પૂન હીંગ
૨ ટીસ્પૂન લીંબુનો રસ
૧/૪ ટીસ્પૂન લસણની પેસ્ટ
૨ ટીસ્પૂન તેલ
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ સાથે લગભગ ૫ ટેબલસ્પૂન પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.
  2. આ કણિકને ગોળ નળાકારમાં વાળી સેવ બનાવવાના સાધનમાં મૂકીને બહારથી દબાવીને તેલ ચોપડેલી બેકીંગ ટ્રે પર ઝીણી સેવ બનાવીને મૂકો.
  3. હવે આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦૦ સે (૪૦૦૦ ફે) તાપમાન પર આ ટ્રે મૂકી ૨૦ મિનિટ સુધી બેક કરી લો. પહેલી ૭ મિનિટ પછી સેવને ઉથલાવી લો. તે પછી દરેક ૩ મિનિટના અંતરે ઉથલાતા રહી સેવના ટુકડા કરતા રહી બેક કરી લો.
  4. સેવને ઠંડી પાડી હવા બંધ બરણીમાં ભરી લો અને જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરો.

Reviews