બનાના એપલ પૉરિજ - Banana Apple Porridge

Banana Apple Porridge recipe In Gujarati

This recipe has been viewed 2142 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

Banana Apple Porridge - Read in English 


જ્યારે ફાડા ઘઉં અને ઓટસ્ નું આરોગ્યદાયક સંયોજન કેળા અને સફરજન જેવા ફળો સાથે થાય છે ત્યારે આ ખુશ્બુદાર અને લલચામણું પૉરિજ તૈયાર થાય છે. ફાડા ઘઉં અને ઓટસ્ ને સાંતળવાને કારણે એની કાચી ગંધ જતી રહે છે જ્યારે તજના પાવડર અને ફળોને લીધે તેની સુગંઘ વધે છે. બનાના એપલ પૉરિજ, દીવસની એક શ્રેષ્ઠ શરૂઆત બને છે, કારણકે તે ખૂબ જ તાકાત બક્ષે છે અને કૅલ્શિયમ, પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર છે.

Banana Apple Porridge recipe - How to make Banana Apple Porridge in gujarati

તૈયારીનો સમય: ૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૨ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧ કપ સ્લાઇસ કરેલા કેળા
૧/૨ કપ સફરજના ટુકડા
૧/૪ કપ ફાડા ઘઉં , ધોઇને નીતારી લીધેલા
૧/૪ કપ ક્વીક કુકીંગ રોલ્ડ ઓટસ્
૨ કપ લૉ ફેટ દૂધ
૨ ટીસ્પૂન લૉ ફેટ માખણ
૧ ટેબલસ્પૂન પીસેલી સાકર
૧/૪ ટીસ્પૂન તજનો પાવડર
કાર્યવાહી
    Method
  1. એક પ્રેશર કુકરમાં માખણ ગરમ કરો અને તેમાં ફાડા ઘઉં ઉમેરી તેને ધીમા તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  2. હવે તેમાં ઓટસ્ ઉમેરી ધીમા તાપ પર વધુ ૨ મિનિટ સુધી સાંતળી લો.
  3. હવે તેમાં દૂધ અને ૧ કપ પાણી ઉમેરી, પ્રેશર કુકરની બે સીટી સુધી રાંધી લો.
  4. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.
  5. હવે તેમાં સાકર અને તજનો પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરી લો અને ઠંડું પડવા દો.
  6. ઓછામાં ઓછું ૧ કલાક રેફ્રીજરેટરમાં રાખો.
  7. પીરસવાના તુંરત પહેલા કેળા અને સફરજન ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
  8. તરત જ પીરસો.
Nutrient values એક સર્વિંગ માટે

ઊર્જા
૧૬૦ કૅલરી
પ્રોટીન
૫.૬ ગ્રામ
કાર્બોહાઈડ્રેટ
૩૦.૫ ગ્રામ
ચરબી
૧.૭ ગ્રામ
ફાઇબર
૧.૫ ગ્રામ
કૅલ્શિયમ
૧૬૩.૬ મીલીગ્રામ

Reviews