કેળા અને અખરોટના મફિન - Banana Nut Muffins, Indian Style Eggless Muffins

Banana Nut Muffins, Indian Style Eggless Muffins recipe In Gujarati

This recipe has been viewed 1783 times



મેંદો અસ્વસ્થ્યકારક ગણાય છે અને કાયમ બાળકોના ભોજનથી તેને દૂર રાખવાની સલાહ આપવામાં આવે છે. મેં આ વાનગીમાં ગુણકારી ઓટસ્, કેળા અને અખરોટનો ઉમેરો કરીને પ્રયોગાત્મક રીતે મફિનને પૌષ્ટિક બનાવ્યા છે.

કેળા અને અખરોટના મફિન - Banana Nut Muffins, Indian Style Eggless Muffins recipe in Gujarati

તૈયારીનો સમય: ૫ મિનિટ   બેકિંગનું તાપમાન:  ૧૮૦° સે (૩૬૦° ફે)   બેકિંગનો સમય:  ૨૦ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૬મફિન માટે
મને બતાવો મફિન

ઘટકો
૧/૪ કપ મસળેલા કેળા
૧ ટેબલસ્પૂન સમારેલા અખરોટ
૪ ટેબલસ્પૂન મેંદો
૧/૨ ટીસ્પૂન બેકિંગ પાવડર
૧/૪ કપ નરમ માખણ
૧/૪ કપ પીસેલી સાકર
૧/૪ ટીસ્પૂન વનીલાનું ઍસેન્સ
૨ ટેબલસ્પૂન ક્વીક કુકીંગ રોલ્ડ ઓટસ્
કાર્યવાહી
    Method
  1. મેંદા અને બેકિંગ પાવડરને ચારણી વડે એક ઊંડા બાઉલમાં ચાળીને બાજુ પર રાખો.
  2. બીજા એક બાઉલમાં સાકર અને માખણ મેળવીને ચપટા ચમચા (spatula) વડે તેને સારી રીતે મિક્સ કરી લો.
  3. તે પછી તેમાં મસળેલા કેળા, વેનીલાનું ઍસેન્સ અને અખરોટ મેળવીને સારી રીતે મિક્સ કરી લો.
  4. તેમાં મેંદાનું મિશ્રણ અને ઓટસ્ મેળવીને સારી રીતે મિક્સ કરી લો.
  5. તે પછી ૬ કપ માં બનાવેલું મિશ્રણ સરખી માત્રામાં રેડી લો.
  6. બધા કપને એક બેકિંગ ટ્રે પર ગોઠવીને આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦° સે (૩૬૦° ફે)ના તાપમાન પર ૧૫ મિનિટ સુધી અથવા મફિનમાં ચાકૂ નાંખીને બહાર કાઢવાથી તે સાફ આવે ત્યાં સુધી બેક કરી લો.
  7. બધા મફિનને થોડા ઠંડા પાડ્યા પછી પેપર કપમાંથી કાઢી લો.
  8. હલકા ગરમ પીરસો.

Reviews