બટાટા પોહા ની રેસીપી - Batata Poha, Quick Kanda Batata Poha, Aloo Poha

Batata Poha, Quick Kanda Batata Poha, Aloo Poha recipe In Gujarati

This recipe has been viewed 5218 times



બટાટા પોહા એક એવી પૌષ્ટિક વાનગી છે જે તમે ચાહો ત્યારે એટલે કે સસવારના નાસ્તામાં, જમણમાં અથવા નાસ્તાની વાનગી તરીકે ગમે ત્યારે બનાવી શકો છો.

બટાટા અને કાંદાનું સંયોજન એટલે નરમ અને ભેજવાળી વસ્તુ સાથે નરમ પોહા અને તેમાં પારંપરિક વઘાર, આદૂ-મરચાંની પેસ્ટ અને લીંબુનો રસ મેળવવાથી સરસ ખુશ્બુદાર વાનગી તૈયાર. તેનો સ્વાદ તો તે જ્યારે તાજા અને ગરમા ગરમ હોય ત્યારે માણવા જેવો છે. તેને તમે તમારા નાસ્તાના બોક્સમાં પણ ભરી શકો છો.

બટાટા પોહા ની રેસીપી - Batata Poha, Quick Kanda Batata Poha, Aloo Poha recipe in Gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૦ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૨ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

બટાટા પોહા ની રેસીપી બનાવવા માટે
૨ કપ જાડા પોહા
૨ ટેબલસ્પૂન તેલ
૧/૨ ટીસ્પૂન રાઇ
૧/૨ ટીસ્પૂન હીંગ
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૧/૨ કપ છોલેલા બટાટાના નાના ટુકડા
મીઠું , સ્વાદાનુસાર
૩/૪ ટીસ્પૂન હળદર
૧ ટીસ્પૂન આદૂ-લીલા મરચાંના પેસ્ટ
૧ ટેબલસ્પૂન સાકર
૨ ટીસ્પૂન લીંબુનો રસ
૧ ટેબલસ્પૂન દૂધ
૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર

સજાવવા માટે
૧ ટેબલસ્પૂન સમારેલી કોથમીર
લીંબુની ચીરી
કાર્યવાહી
    Method
  1. બટાટા પોહા ની રેસીપી બનાવવા માટે, એક નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ મેળવો.
  2. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં બટાટા, ૨ ટેબલસ્પૂન પાણી, મીઠું અને ૧/૨ ટીસ્પૂન હળદર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  5. એ દરમિયાન પોહાને ચારણીમાં મૂકીને ચારણીને પાણીના નળ નીચે થોડી સેકંડ પકડી રાખી પોહાને ધોઇને ચારણી જરા ઉપર નીચે કરો જેથી વધારાનું પાણી નીકળી જાય.
  6. હવે પૅનમાં ધોઇને નીતારેલા પોહા, થોડું મીઠું, આદૂ-લીલા મરચાંની પેસ્ટ, બાકી રહેલું હળદર પાવડર, સાકર, લીંબુનો રસ અને દૂધ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  7. તે પછી તેમાં કોથમીર મેળવી લો.
  8. કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.

Reviews