બીન ઍન્ડ પાસ્તા સૂપ - Bean and Pasta Soup ( Italian Recipe)

Bean and Pasta Soup ( Italian Recipe) In Gujarati

This recipe has been viewed 995 timesમૂળ તો આ સૂપ ભૂમધ્ય સમુદ્ર પ્રદેશનું છે, જે શિયાળાની ઋતુમાં ગરમા-ગરમ બ્રેડ સાથે અથવા જો તમને ગમે તો ચીઝની સ્લાઇસ સાથે પીરસી શકાય. વધુમાં જો તમે તેમાં તાજું ક્રીમ ઉમેરશો, તો ટમેટાની ખટાશ ઓછી થશે.

બીન ઍન્ડ પાસ્તા સૂપ - Bean and Pasta Soup ( Italian Recipe) in Gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૮ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪માત્રા માટે

ઘટકો
૧/૨ કપ બેક્ડ બીન્સ્
૧/૨ કપ રાંધેલા પાસ્તા
૨ ટેબલસ્પૂન માખણ
૩/૪ કપ પાતળી સ્લાઇસ કરેલા કાંદા
૧ ટેબલસ્પૂન પાતળી સ્લાઇસ કરેલું લસણ
૧ કપ ઝીણા સમારેલા ટમેટા
૧ ટીસ્પૂન સૂકા ઑરેગાનો
૩ ટેબલસ્પૂન ટમેટાની પ્યુરી
મીઠું , સ્વાદાનુસાર
૧ ટેબલસ્પૂન કોર્નફ્લોર , ૧/૪ કપ પાણીમાં ઓગાળેલું

સજાવવા માટે
૧ ટેબલસ્પૂન તાજું ક્રીમ
૪ ટેબલસ્પૂન ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ
કાર્યવાહી
    Method
  1. એક કઢાઇમાં માખણ ગરમ કરી તેમાં કાંદા ઉમેરી ઉંચા તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  2. તે પછી તેમાં લસણ ઉમેરી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં બેક્ડ બીન્સ્ અને ટમેટા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  4. તે પછી તેમાં ઑરેગાનો ઉમેરી ઉંચા તાપ પર થોડી સેકંડ સુધી રાંધી લો.
  5. તે પછી તેમાં ૨ ૧/૨ કપ ગરમ પાણી, ટમેટાની પ્યુરી અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી ઉંચા તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  6. છેલ્લે તેમાં પાસ્તા અને કોર્નફ્લોરનું મિશ્રણ ઉમેરી સારી રીતે મિક્સ કરી ઉંચા તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
  7. તાજા ક્રીમ વડે સજાવી ગરમ ગરમ પીરસો.

Reviews