બેજાર રોટી એક પારંપારીક રાજસ્થાની રોટી છે જે મિક્સ વેજીટેબલ અથવા પનીરની ભાજી સાથે માણવામાં આવે છે, પણ તમે તેને દાળ અથવા કઢી સાથે પણ પીરસી શકો છો. ત્રણ લોટના સંયોજન વડે બનતી આ પ્રોટીનયુક્ત રોટી એર્નજી અને ફાઇબર પણ ધરાવે છે જેથી તેની ગણતરી એક યોગ્ય પૌષ્ટિક આહારમાં કરી શકાય. આ રોટીમાં જીરા, લીલા મરચાંની પેસ્ટ અને કોથમીર દ્વારા હલકી તીખાશ આપવામાં આવી છે જે તેને કોઇપણ પ્રકારની ભાજી સાથે પીરસી શકાય એવી બનાવે છે.
બેજાર રોટી - Bejar Roti recipe in Gujarati
Method- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી હૂંફાળું ગરમ પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.
- આ કણિકના ૬ સરખા ભાગ પાડી દરેક ભાગને ૧૨૫ મી. મી. (૫”) ના ગોળાકારમાં થોડા સૂકા ઘઉંના લોટની મદદથી વણી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી, તેમાં થોડા તેલની મદદથી દરેક રોટીની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- તરત જ પીરસો.