ભતુરા - Bhatura, How To Make Bhatura, Punjabi Bhatura Recipe

Bhatura,  How To Make Bhatura, Punjabi Bhatura Recipe In Gujarati

This recipe has been viewed 13811 timesછોલે સાથે પીરસવામાં આવતા આ પ્રખ્યાત ગરમા ગરમ ભતુરા બધા માટે એક આનંદદાય જમણ ગણાય છે અને ખાસ કરીને વરસાદના દિવસોમાં તેની મજા તો અનોખી જ છે. પણ, અહીં યાદ રાખવું કે ભતુરા તાજા અને ગરમા ગરમ પીરસવામાં ન આવે તો તે નરમ અને ચવડ બની જશે. બીજું એ પણ યાદ રાખવાનું કે ભતુરાને તળ્યા પછી તેમાંથી વધારાના તેલને ભતુરાતારી લેવા માટે ટીશ્યુ પેપર પર મૂકવું. ભતુરા ની જેમ ગોબી દે પરાઠે , પાલક અને પનીરના પરોઠા , નાન , મુળાના પરોઠા પણ પ્રખ્યાત પંજાબી વાનગીઓ છે.

Bhatura, How To Make Bhatura, Punjabi Bhatura Recipe

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૮ભતુરા માટે
મને બતાવો ભતુરા

ઘટકો
૨ કપ મેંદો
૧ ૧/૨ ટીસ્પૂન સાકર
૨ ટીસ્પૂન સૂકું ખમીર
૨ ટેબલસ્પૂન દહીં
૧ ટેબલસ્પૂન પીગળાવેલું ઘી
મીઠું , સ્વાદાનુસાર
મેંદો , વણવા માટે
તેલ , તળવા માટે
કાર્યવાહી
    Method
  1. એક વાસણમાં સાકર અને ખમીર સાથે ૩/૪ કપ હુંફાળું પાણી મેળવી બધુ ખમીર ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરી લો. તેને ઢાંકીને ૫ થી ૭ મિનિટ અથવા મિશ્રણમાં ફીણ થાય ત્યાં સુધી રહેવા દો.
  2. આમ તૈયાર થયેલા પ્રવાહીને એક બાઉલમાં રેડી તેમાં મેંદો, દહીં, ઘી અને મીઠું મેળવીને સાથે હુંફાળા પાણી વડે નરમ કણિક તૈયાર કરો. પછી તેને ઓછામાં ઓછું ૬ થી ૭ મિનિટ સુધી ગુંદી લો.
  3. આ કણિકને ઢાંકણ અથવા ભીના મલમલના કપડા વડે ઢાંકી લગભગ ૩૦ મિનિટ સુધી અથવા તે થોડી ફુલી જાય ત્યાં સુધી બાજુ પર રાખો.
  4. તે પછી કણિકના ૮ સરખા ભાગ પાડી, દરેક ભાગને ૧૫૦ મી. મી. (૬”)ના ગોળાકારમાં મેંદાના લોટ વડે વણી લો.
  5. એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં એક સમયે એક ભતુરાને નાંખી, તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી નીતારવા માટે ટીશ્યુ પેપર પર મૂકો.
  6. તરત જ પીરસો.

Reviews