ભીંડી પકોડા - Bhindi Pakora, Bhindi Pakoda

Bhindi Pakora, Bhindi Pakoda recipe In Gujarati

This recipe has been viewed 2364 times

Bhindi Pakora, Bhindi Pakoda - Read in English 


ઘણા લોકોને હજી યોગ્ય સમજ પણ નથી પડતી કે ભીંડાનો યોગ્ય અને લાયક ઉપયોગ કેમ કરવો. બહારથી ચીકણા લાગતા ભીંડા વડે ઘણી કરકરી ને મજેદાર નાસ્તાની વાનગી બનાવી શકાય છે. આજે પણ તામીલનાડુમાં સમજદાર લોકો તેમના ઢોસાનો ખીરામાં થોડા સમારેલા ભીંડા ઉમેરે છે જેથી આકર્ષક ગોલ્ડન બ્રાઉન ઢોસા તૈયાર થાય અને થોડા કરકરા પણ બને છે. અહીં અમે પણ આવી જ રીતે ભીંડા વડે કરકરા અને સ્વાદિષ્ટ પકોડા બનાવ્યા છે. આ એક અસામાન્ય વાનગીનો સ્વાદ એવો મજેદાર છે કે તે ઘણા લોકોનું દીલ જીતી લે એવા તૈયાર થાય છે. આ પકોડાનું મુખ્ય રહસ્ય છે તેની પાણીનો ઉપયોગ કર્યા વગરની બનતી કણિક. કણિક તૈયાર કરતી વખતે લોટની સાથે ભીંડાની ચીકાશ અને તેલની ચીકાશ ભળતા લોટને દબાવીને નીચોવવાથી કણિક આપો આપ બંધાઇ જાય છે. એક વખત પકોડા તળી લીધા પછી પકોડા પર થોડો ચાટ મસાલો છાંટીને ગરમ ગરમ પકોડા ચહા સાથે પીરસો. આવી જ બીજી વાનગીઓ એટલે ગોબી પકોડા કે પનીર પકોડા પણ અજમાવવા જેવા છે.

ભીંડી પકોડા - Bhindi Pakora, Bhindi Pakoda recipe in Gujarati

તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૩માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧ ૧/૨ કપ ઝીણા સમારેલા ભીંડા
૩/૪ કપ ચણાનો લોટ
૨ ટેબલસ્પૂન ચોખાનો લોટ
૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૪ ટીસ્પૂન હળદર
૧/૨ ટીસ્પૂન જીરા પાવડર
૧/૨ ટીસ્પૂન ધાણા પાવડર
૧/૨ ટીસ્પૂન આમચૂર પાવડર
૨ ટીસ્પૂન ગરમ તેલ
મીઠું , સ્વાદાનુસાર
તેલ , તળવા માટે
૧/૨ ટીસ્પૂન ચાટ મસાલો , ભભરાવા માટે
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં તેલ અને ચાટ મસાલા સીવાયની બાકીની બીજી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લીધા પછી થોડા પણ પાણીનો ઉપયોગ ન કરતાં તેનો એક વખત થોડો થોડો ભાગ લઇને દબાવીને નિચોવી લેવું
  2. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, થોડું- થોડું મિશ્રણ તમારી આંગળીઓ વડે તેલમાં પાડીને મધ્યમ તાપ પર પકોડા દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી નીતારીને ટીશ્યુ પેપર પર કાઢી લો.
  3. પકોડા પર ચાટ મસાલો ભભરાવીને હલકા હાથે મિક્સ કરી લો.
  4. ચહા સાથે તરત જ પીરસો.

Reviews