બ્રેડ ઍન્ડ બટર પુડીંગ ની રેસીપી - Bread and Butter Pudding, Eggless Bread and Butter Pudding Recipe

Bread and Butter Pudding, Eggless Bread and Butter Pudding Recipe In Gujarati

This recipe has been viewed 191 times



બ્રેડ ઍન્ડ બટર પુડીંગ એક અતિ પ્રખ્યાત બ્રીટીશ વાનગી છે જે બનાવવામાં અતિ સરળ છે. આજે પણ તે મુંબઇની ઇરાની હોટેલમાં મળતી વાનગીમાં વધુ ખપતી વાનગી રહી છે.

કસ્ટર્ડ જેવું સૉસ તૈયાર કરી બ્રેડ પર રેડી, તેને કીસમીસ અને સૂકા મેવા વડે સજાવી લીધા પછી ઉપર થોડી બ્રાઉન શુગર અને માખણ છાંટી મસ્ત મજેદાર કરકરૂં કોટીંગ મેળવવા તેને બેક કરી લો એટલે મજેદાર પુડીંગ તૈયાર.

ભોજનના અંતે પીરસાતી એવી અન્ય ડૅઝર્ટસ્ રેસિપિનો પણ પ્રયાસ કરો.

Bread and Butter Pudding, Eggless Bread and Butter Pudding Recipe recipe - How to make Bread and Butter Pudding, Eggless Bread and Butter Pudding Recipe in gujarati

તૈયારીનો સમય: ૫ મિનિટ   બેકિંગનું તાપમાન:  ૧૮૦° સે (૩૬૦° ફે)   બેકિંગનો સમય:  ૪૦ થી ૫૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૨ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

બ્રેડ ઍન્ડ બટર પુડીંગ ની રેસીપી બનાવવા માટે
તાજા બ્રેડની સ્લાઇસ
૧ ૧/૨ ટેબલસ્પૂન માખણ
૨ ટેબલસ્પૂન કોર્નફ્લોર
૩/૪ કપ સાકર
૨ કપ દૂધ
૧/૨ ટીસ્પૂન વેનીલા ઍસેન્સ
૨ ટેબલસ્પૂન સમારેલા અખરોટ
૧ ૧/૨ ટેબલસ્પૂન સમારેલી કીસમીસ
૧ ટેબલસ્પૂન બ્રાઉન શુગર
૨ ટેબલસ્પૂન પીગળાવેલું માખણ

સજાવવા માટે
૧/૪ ટીસ્પૂન જાયફળ પાવડર
કાર્યવાહી
બ્રેડ ઍન્ડ બટર પુડીંગ ની રેસીપી બનાવવા માટે

    બ્રેડ ઍન્ડ બટર પુડીંગ ની રેસીપી બનાવવા માટે
  1. બ્રેડની સ્લાઇસની કીનારીઓ કાપીને દરેક સ્લાઇસની એક બાજુ પર ૧/૨ ટીસ્પૂન માખણ ચોપડી લીધા પછી સ્લાઇસના ૨ થી ૩ લાંબા ટુકડા કરી લો.
  2. આ ટુકડાને ઑવનપ્રુફ ૨૦૦ મી. મી. (૮”) ગોળાકારની કાંચની ડીશમાં માખણ લગાડેલો ભાગ ઉપર રહે તે રીતે ગોઠવીને બાજુ પર રાખો.
  3. હવે એક ઊંડા બાઉલમાં હુંફાળા ૧/૪ કપ ગરમ દૂધ સાથે કોર્નફ્લોર અને સાકર મેળવી સારી રીતે મિક્સ કરી સાકર બરોબર ઓગળી જાય તે પછી તેને બાજુ પર રાખો.
  4. હવે બાકી રહેલું ૧ ૩/૪ કપ દૂધ ધીમા તાપ પર ઉકાળી તેમાં ધીરે-ધીરે કોર્નફ્લોર-સાકરનું મિશ્રણ ઉમેરતા જાવ અને તેને સતત હલાવતા રહો જેથી તેમાં ગઠોડા ન રહે.
  5. તે પછી તેમાં વેનીલા ઍસેન્સ મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૫ મિનિટ સુધી અથવા સૉસ ઘટ્ટ બની સુંવાળું બને ત્યાં સુધી સતત હલાવતા રહી રાંધી લીધા પછી તાપ પરથી નીચે ઉતારી બાજુ પર રાખો.
  6. હવે બ્રેડની દરેક સ્લાઇસ પર કીસમીસ અને અખરોટ છાંટી તેની પર સરખી રીતે સૉસ રેડી લો.
  7. તે પછી તેની પર સરખી રીતે બ્રાઉન શુગર છાંટી ઉપરથી પીગળાવેલું માખણ સરખી રીતે રેડી લો.
  8. હવે તેને આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦° સે (૩૬૦° ફે) તાપમાન પર ૩૫ થી ૪૦ મિનિટ સુધી બેક કરી લો.
  9. તેને જાયફળના પાવડર વડે સજાવીને તરત જ પીરસો.

હાથવગી સલાહ:

    હાથવગી સલાહ:
  1. આ પુડીંગ જે ડીશમાં બેક થાય છે તેમાં જ પીરસવામાં આવે છે, એટલે કાંચની ડીશનો જ ઉપયોગ કરવો, નહીં કે એલ્યુમીનીયમની ડીશનો.

Reviews