You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન > કૂટીના દારાના ઢોસા ની રેસીપી કૂટીના દારાના ઢોસા ની રેસીપી - Buckwheat Dosa તરલા દલાલ Post A comment 21 Apr 2020 This recipe has been viewed 1841 times Buckwheat Dosa - Read in English આજે તમને ઢોસા ખાવાની ઇચ્છા થઇ છે પણ ઘરમાં આથો તો તૈયાર નથી? ચિંતા ન કરો અને આ કૂટીના દારા અને અડદની દાળ વડે બનતા ઢોસા ઝટપટ તૈયાર કરી શકાય એવા છે. નવીનતા જેવી વાત તો એ છે કે અહીં કૂટીના દારાનો પાવડર વાપરવામાં આવ્યો છે અને તેમાં વઘાર ઉમેરીને ખીરૂં તૈયાર કરવામાં આવ્યું છે જેના વડે તમે તરત જ મજેદાર ઢોસા તૈયાર કરી શકશો. આ કૂટીના દારાના ઢોસા તમને મનગમતી ચટણી અને મુખ્યત્વ લીલી ચટણી સાથે તવા પરથી ઉતારીને ગરમ-ગરમ ખાવાની મજા ઓર જ મળશે. કૂટીના દારાના ઢોસા ની રેસીપી - Buckwheat Dosa recipe in Gujarati Tags બાળકોનો આહારદક્ષિણ ભારતીય વ્યંજનદક્ષિણ ભારતીય ઢોંસાદક્ષિણ ભારતીય બ્રેકફાસ્ટદક્ષિણ ભારતીય લોકો ઈડલી અને ઢોસા નાસ્તા મા ગમે છેસાંજની ચહા સાથેના નાસ્તામિક્સર તૈયારીનો સમય: ૫ મિનિટ   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   કુલ સમય : ૨૫ મિનિટ    ૯ઢોસા માટે મને બતાવો ઢોસા ઘટકો કૂટીના દારાના ઢોસા ની રેસીપી બનાવવા માટે૧ કપ કૂટીનો દારો૧ ટેબલસ્પૂન અડદની દાળ૧ ટેબલસ્પૂન તેલ૧ ટીસ્પૂન રાઈ૧/૪ ટીસ્પૂન હીંગ૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર મીઠું , સ્વાદાનુસારઅન્ય સામગ્રી તેલ , ચોપડવા તથા રાંધવા માટેપીરસવા માટે લીલી ચટણી કાર્યવાહી Methodકૂટીના દારાના ઢોસા ની રેસીપી બનાવવા માટે, મિક્સરની જારમાં કૂટીનો દારો તથા અડદની દાળ મેળવીને પીસીને ઝીણો પાવડર તૈયાર કરી લો.હવે આ પાવડરને એક ઊંડા બાઉલમાં કાઢી બાજુ પર રાખો.એક નાના પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ મેળવો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.આ તૈયાર કરેલા વધારની સાથે લીલા મરચાં, કોથમીર અને મીઠું તથા ૨ કપ પાણી સાથે તૈયાર કરેલા લોટના બાઉલમાં મિક્સ કરી સુંવાળુ ખીરૂં તૈયાર કરો.એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર થોડું તેલ ચોપડી લો.આ તવા પર ૧/૨ કપ ખીરૂં ગોળાકારમાં પાથરી થોડું તેલ ચીલના કાણાઓમાં રેડી ઢોસા બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.રીત ક્રમાંક ૭ મુજબ બીજા ૮ ઢોસા તૈયાર કરી લો.લીલી ચટણી સાથે તરત જ પીરસો.