ઘઉંના ફાડિયાના પૅનકેક - Bulgur Wheat Pancakes

Bulgur Wheat Pancakes recipe In Gujarati

This recipe has been viewed 1311 times

Bulgur Wheat Pancakes - Read in English 


ઘઉંના ફાડિયાના પૅનકેક એક મજેદાર નાસ્તાની વાનગી છે, કારણકે તે આપણને જરૂર પૂરતાં પ્રમાણમાં કૅલરી અને પ્રોટીન પૂરા પાડે છે. આપણા શરીરને કેલ્શિયમની પણ જીરૂરત રહે છે, જે આ વાનગીમાં ઉમેરવામાં આવેલા દહીં વડે મળી રહે છે. સુવાવડવાળી સ્ત્રીના બીજા ત્રિમાસીક ગાળામાં આ પૅનકેક અતિ આદર્શ વાનગી ગણી શકાય, કારણ કે આ પૅનકેકમાં સારી માત્રામાં ફાઇબર છે, ઉપરાંત તે તમારી પાચનક્રિયાની મુશ્કેલી સહેલાઇથી દૂર કરે છે.

Bulgur Wheat Pancakes recipe - How to make Bulgur Wheat Pancakes in gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   પલાળવાનો સમય:  ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૧૪મીની પૅનકેક માટે
મને બતાવો મીની પૅનકેક

ઘટકો
૩/૪ કપ ઘઉંના ફાડિયા
૧/૪ કપ દહીં
૧/૨ કપ ઝીણી સમારેલી કોબી
૧ ટેબલસ્પૂન ઘઉંનો લોટ
૧ ટેબલસ્પૂન ચણાનો લોટ
૧ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
એક ચપટીભર હીંગ
મીઠું , સ્વાદાનુસાર
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૨ ટીસ્પૂન તેલ , ચોપડવા માટે અને રાંધવા માટે

પીરસવા માટે
લીલી ચટણી
કાર્યવાહી
    Method
  1. એક બાઉલમાં જરૂરી ગરમ પાણી લઇ તેમાં ઘઉંના ફાડિયા ૧૦ થી ૧૫ મિનિટ સુધી પલાળી રાખ્યા બાદ નીતારી લો.
  2. હવે આ પલાળેલા ઘઉંના ફાડિયામાં દહીં અને ૧/૪ કપ પાણી મેળવી તેને મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરો.
  3. આ પેસ્ટને એક બાઉલમાં કાઢી લીધા પછી તેમાં કોબી, ઘઉંનો લોટ, ચણાનો લોટ, લીલા મરચાંની પેસ્ટ, હીંગ, મીઠું, કોથમીર અને ૧/૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  4. હવે એક મિની ઉત્તાપાના પૅનને ગરમ કરી તેની પર ૧/૪ ટીસ્પૂન તેલ ચોપડી લો.
  5. તે પછી દરેક મોલ્ડમાં એક ચમચા જેટલું ખીરૂ રેડી, ૭૫ મી. મી. (૩”)ના વ્યાસના ગોળાકાર પૅનકેક તૈયાર કરો. આ રીતે એક સાથે તમે ૭ પૅનકેક તૈયાર કરી શકશો.
  6. દરેક પૅનકેકને ૧/૮ ટીસ્પૂન તેલની મદદથી તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.
  7. આમ રીત ક્રમાંક ૪ થી ૬ મુજબ બીજા ૭ પૅનકેક તૈયાર કરી લો.
  8. લીલી ચટણી સાથે ગરમ ગરમ પીરસો.
Nutrient values એક પૅનકેક માટે

એર્નજી
૪૨ કૅલરી
પ્રોટીન
૧.૦ ગ્રામ
કાર્બોહાઈડ્રેટ
૬.૯ ગ્રામ
ચરબી
૧.૧ ગ્રામ
કૅલ્શિયમ
૧૨.૬ મીલીગ્રામ
ફાઇબર
૦.૫ મીલીગ્રામ

Reviews