બરીતોસ મેક્સિકન વાનગીનું સમાનાર્થક જ ગણાય છે. તેના સ્વાદિષ્ટ ટૉટીલામાં ભાત, રીફ્રાઇડ બીન્સ્, સાલસા, ખાટું ક્રીમ અને ચીઝ હોવાથી તે દરેક રીતે સંપૂર્ણ ગણાય છે. સ્વાદની વાતે તો તમે તેનો એક કોળીયો ખાશો ત્યારે જ તમને જણાશે કે આ વાનગીમાં ખટાશ, તીખાશ અને સાથે ચીઝના સ્વાદનું પણ સંયોજન છે, જે તમને ખૂબ જ સંતુષ્ટ કરાવે એવું છે અને તેથી તેને એક સંપૂર્ણ જમણ પણ કહી શકાય. અહીં અમે તમને ગ્વાકામોલ થી સાલસા બનાવવાની રીત બતાડી છે. દેખાવમાં એવું લાગશે કે ખૂબ બધી તૈયારી કરવાની છે, પણ હકીકતમાં આ વાનગીમાં કંઈ રાંધવાનું નથી. અહીં તમને ફ્કત બધી વસ્તુઓ પ્રમાણસર લઇને ભેગી કરવાની છે. એક વખત બધી વસ્તુઓ ભેગી કરી લીધી પછી તો બસ બરીતોસ તૈયાર જ છે એમ સમજવું.