You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન > ગુજરાતી ફરસાણ રેસીપી > કોબી જુવારના મુઠીયા ની રેસીપી કોબી જુવારના મુઠીયા ની રેસીપી - Cabbage Jowar Muthias તરલા દલાલ Post A comment 06 Feb 2020 This recipe has been viewed 2053 times Cabbage Jowar Muthias - Read in English મુઠીયા જેવી વાનગી ગુજરાતીઓની સદા પસંદગી જેવી વાનગી છે પણ બીજા લોકો માટે તો એક નવી વાનગી જેવી છે. મુઠીયાના લોટના ગોળાને બાફવામાં આવે છે અને તેમાં ૨ થી ૩ જાતના લોટનું સંયોજન હોય છે ઉપરાંત તેમાં વિવિધ શાક જેવા કે મેથી, મૂળા, દૂધી વગેરે ઉમેરી તેને સુગંધી બનાવવામાં આવે છે. અહીં આ વાનગીમાં કોબી અને જુવારના લોટનું સંયોજન છે જે ભરપુર ફાઇબર અને મસ્ત સુગંધ ધરાવે છે. તમારા શરીરમાં કેલરીની માત્રા ઓછી કરવા આ મુઠીયા અજમાવવા જેવા છે પણ તેના વઘારમાં તેલનો ઉપયોગ ઓછી માત્રામાં કરવો. આ મુઠીયા નાસ્તા માટે અતિ ઉત્તમ છે અને ફળ કે ફળના રસ સાથે જરૂરથી માણી શકાય એવા છે. કોબી જુવારના મુઠીયા ની રેસીપી - Cabbage Jowar Muthias recipe in Gujarati Tags ગુજરાતી ફરસાણ રેસીપીલૉ કૅલરી નાસ્તાબાફેલા નાસ્તાસ્ટીમસાંતળવુંભારતીય પાર્ટીના વ્યંજનસ્ટીમર તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૨૯ મિનિટ   કુલ સમય : ૩૯ મિનિટ    ૩ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો કોબી જુવારના મુઠીયા ની રેસીપી બનાવવા માટે૧ કપ ખમણોલી કોબી૧ કપ જુવારનો લોટ૧/૪ કપ લો ફૅટ દહીં૧ ટેબલસ્પૂન સમારેલી કોથમીર૧/૨ ટેબલસ્પૂન લીંબુનો રસ૧ ટીસ્પૂન આદૂ-લીલા મરચાંની પેસ્ટ૧ ટીસ્પૂન લસણની પેસ્ટ૧/૨ ટીસ્પૂન હળદર૧/૨ ટીસ્પૂન હીંગ મીઠું , સ્વાદાનુસાર૧ ટીસ્પૂન તેલ૧ ટીસ્પૂન જીરૂ૩ to ૪ કડીપત્તાંસજાવવા માટે૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર કાર્યવાહી Methodકોબી જુવારના મુઠીયા ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં કોબી, જુવારનો લોટ, દહીં, કોથમીર, લીંબુનો રસ, આદુ-લીલા મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ, ૧/૪ ટીસ્પૂન હીંગ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી ૧/૪ કપ પાણી વડે સુંવાળી કણિક તૈયાર કરો.આ કણિકના ૨ સરખા ભાગ પાડી દરેક ભાગને ૧૨૫ મી. મી. (૫") લાંબો ગોળ નળાકાર બનાવી લો.હવે એક તેલ ચોપડેલી ચારણીમાં આ તૈયાર કરેલા ૨ રોલ મૂકીને ચારણીને બાફવવાના વાસણમાં મૂકી ૨૦ થી ૨૫ મિનિટ સુધી બાફી લીધા પછી તેને ઠંડા થવા બાજુ પર રાખો.જ્યારે રોલ સંપૂર્ણ ઠંડા થઈ જાય ત્યારે તેના ૧૩ મી. મી. (૧/૨")ની જાડાઇના ટુકડા પાડી બાજુ પર રાખો.હવે એક પહોળા ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમા જીરૂ મેળવો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે બાકી રહેલી ૧/૪ ટીસ્પૂન હીંગ તથા કડીપત્તાં ઉમેરી થોડી સેકંડ સુધી સાંતળી લો.તે પછી તેમાં ટુકડા કરેલા મુઠીયા ઉમેરી ફળવેથી ઉપર નીચે હલાવીને મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ અથવા મુઠીયા હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી રાંધી લો.કોથમીર વડે સજાવીને લીલી ચટણી સાથે ગરમા-ગરમ પીરસો.