પોરીયલ એટલે સૂકી ભાજી જેને સરખી માત્રામાં ઉમેરેલા તાજા નાળિયેરના ખમણ વડે સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યું હોય. રાઇ અને સૂકા લાલ મરચાંના વઘારથી તૈયાર કરેલી કોબી કોઇપણ દક્ષિણ ભારતીય વાનગીના જમણમાં મજેદાર જ લાગે.
કેબેજ પોરીયલ - Cabbage Poriyal recipe in Gujarati
Method- એક નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ અને અડદની દાળ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લીલા મરચાં, સૂકા લાલ મરચાં, કડી પત્તા અને હળદર મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં કોબી, મીઠું અને ૧/૪ કપ પાણી મેળવી, મધ્યમ તાપ પર કોબી બરોબર રંધાઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ખમણેલા નાળિયેર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.