એક પ્રખ્યાત કેરળની વાનગી. . . . . . . . . . જે બનાવવામાં ખૂબ જ સહેલી, દેખાવમાં આકર્ષક અને સાથે-સાથે ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ પણ છે. આમ તો આ ભાજી બનાવવામાં ભરપૂર નાળિયેર ઉમેરવામાં આવે છે, પણ અહીં અમે ફ્કત ૨ ટેબલસ્પૂન નાળિયેર ઉમેરીને તેનો સ્વાદ જાળવી રાખ્યો છે. આ શાક જ્યારે રોટી , દાળ અને ભાત સાથે પીરસવામાં આવે છે ત્યારે તે એક સંતુષ્ટ જમણનો અહેસાસ આપે છે.
કોબીનું થોરણ - Cabbage Thoren recipe in Gujarati
Method- એક કઢાઇ તેલ ગરમ કરી તેમાં અડદની દાળ મેળવી, મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ અથવા દાળ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લો.
- પછી તેમાં કાંદા, લીલા મરચાં અને કડી પત્તા મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી સાંતળી લો.
- પછી તેમાં નાળિયેરનું ખમણ મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તેમાં કોબી અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ગરમ ગરમ પીરસો.