મોઢામાંથી પાણી છુટી જાય એવા સ્વાદિષ્ટ આ કોબીના તળેલા વડામાં ચણાની દાળ અને કોબી સાથે ગાજર, લીલા મરચાં અને કોથમીર પણ છે. શાળામાંથી પાછા આવેલા બાળકોને તથા ચા સાથે નાસ્તામાં મોટા લોકો માટે તો એક મજેદાર નાસ્તો છે.
કોબીના વડા - Cabbage Vada recipe in Gujarati
Method- ચણાની દાળને આગલી રાત્રે પલાળી રાખો.
- બીજા દીવસે દાળને નીતારીને તેમાંથી ૧/૨ કપ દાળ બાજુ પર રાખો.
- હવે બાકી રહેલી ૧/૨ કપ ચણાની દાળ સાથે લીલા મરચાં મેળવી મિક્સરમાં ફેરવી અર્ધકચરૂ મિશ્રણ તૈયાર કરો.
- આ મિશ્રણને એક બાઉલમાં કાઢી તેમાં બાકી રહેલી વસ્તુઓ (બાકી રહેલી ચણાની દાળ પણ) મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણના ૨૦ સરખા ભાગ પાડી, દરેક ભાગને ૫૦ મી. મી. (૨”)ના વ્યાસના ચપટા ગોળ વડા તૈયાર કરો.
- હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં ૩ થી ૪ વડા એક સાથે એવી રીતે તળી લો કે તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય. તે પછી તેને ટીશ્યુ પેપર પર મૂકી સૂકા કરી લો.
- લીલી ચટણી સાથે તરત જ પીરસો.