કેરેટ ઍન્ડ કેબેજ હાઇ ફાઇબર ચટની ઓપન ટોસ્ટ - Carrot and Cabbage High Fibre Chutney Open Toast

Carrot and Cabbage High Fibre Chutney Open Toast recipe In Gujarati

This recipe has been viewed 3358 times



ગાજર અને કોબી જ્યારે સાથે વાપરવામાં આવે છે ત્યારે તેના વિરોધાભાસી રંગ ને કારણે તેમનું મિશ્રણ મોહક અને આકર્ષક લાગે છે. પ્રસ્તુત છે, આ અજોડ જોડી અને ફાઇબરથી ભરપૂર સ્વાદિષ્ટ ચટણીમાંથી બનેલ એક ભપકાદાર સૅન્ડવિચ. તેમાં રહેલા ફાઇબરથી ભરપૂર એવા શાક અને ઘઉંના બ્રેડને લીધે પેટ જલ્દી ભરાય જાય છે અને લાંબા સમય સુધી ભુખ નથી લાગતી. જો તમે આગલી રાત્રે ચટણી બનાવી રાખશો તો તમને સવારના નાસ્તામાં આ સૅન્ડવિચ બનાવવી સરળ બને છે.

Carrot and Cabbage High Fibre Chutney Open Toast recipe - How to make Carrot and Cabbage High Fibre Chutney Open Toast in gujarati

તૈયારીનો સમય: ૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૦ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૬ઓપન ટોસ્ટ માટે
મને બતાવો ઓપન ટોસ્ટ

ઘટકો
૧ કપ જાડા ખમણેલા ગાજર
૧ કપ ઝીણી લાંબી સમારેલી કોબી
હાઇ ફાઇબર ચટણી , ૧ રેસિપિ
ઘઉંના બ્રેડની સ્લાઇસ
મીઠું , સ્વાદાનુસાર
૧ ૩/૪ ટીસ્પૂન તેલ , ચોપડવા અને શેકવા માટે
કાર્યવાહી
    Method
  1. એક બાઉલમાં હાઇ ફાઇબર ચટણી, કોબી, ગાજર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
  2. હવે ઘઉંના બ્રેડની બે સ્લાઇસને એક સીધી સપાટી પર મૂકી, ઉપર બનાવેલ મિશ્રણનો એક ભાગ તેની પર એકસરખો પાથરો.
  3. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર ૧/૪ ટીસ્પૂન તેલ ચોપડો. હવે ઉપર બનાવેલ સૅન્ડવિચને તવા પર એવી રીતે મૂકો કે મિશ્રણ મૂકેલી બાજુ નીચેની તરફ આવે. હવે ૧/૪ ટીસ્પૂન તેલની મદદથી સૅન્ડવિચને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
  4. રીત ક્રમાંક ૨ અને ૩ પ્રમાણે બાકીની સૅન્ડવિચ બનાવી લો.
  5. દરેક સૅન્ડવિચને ૪ સરખા ત્રિકોણાકારમાં કાપી તરત જ પીરસો.
Nutrient values એક ઓપન ટોસ્ટ માટે

ઊર્જા
૨૧૪ કૅલરી
પ્રોટીન
૬.૩ ગ્રામ
કાર્બોહાઈડ્રેટ
૩૬.૫ ગ્રામ
ચરબી
૩.૧ ગ્રામ
ફાઇબર
૧.૫ ગ્રામ
વિટામિન એ
૨૩૮.૩ માઇક્રોગ્રામ

Reviews