ગાજર અને કોથમીરની રોટી - Carrot and Coriander Roti

Carrot and Coriander Roti recipe In Gujarati

This recipe has been viewed 1999 times

Carrot and Coriander Roti - Read in English 


રંગીન અને પૌષ્ટિક આ ગાજર અને કોથમીરની રોટી ચોખાના લોટ અને સોયાના લોટ વડે બનાવીને જ્યારે તાજા દહીં અને ખીચડી સાથે પીરસવામાં આવે છે ત્યારે તે યોગ્ય આહાર બને છે.

ગાજર અને કોથમીરની રોટી - Carrot and Coriander Roti recipe in Gujarati

તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૬રોટી માટે
મને બતાવો રોટી

ઘટકો
૧/૨ કપ ખમણેલા ગાજર
૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર
૧/૪ કપ ચોખાનો લોટ
૧/૪ કપ સોયાનો લોટ
૧/૨ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
એક ચપટીભર હળદર
મીઠું , સ્વાદાનુસાર
૧ ટીસ્પૂન તેલ
ચોખાનો લોટ , વણવા માટે
તેલ , રાંધવા માટે
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી તેમાં જરૂરી હૂંફાળું પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.
  2. આ કણિકના ૬ સરખા ભાગ પાડી દરેક ભાગને ૧૨૫ મી. મી. (૫”) ના ગોળાકારમાં થોડા સૂકા ચોખાના લોટની મદદથી વણી લો.
  3. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેમાં થોડા તેલની મદદથી દરેક રોટીની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
  4. તરત જ પીરસો.

Reviews