ગાજર અને મગની દાળનો પુલાવ - Carrot and Moong Dal Pulao

Carrot and Moong Dal Pulao recipe In Gujarati

This recipe has been viewed 1324 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

Carrot and Moong Dal Pulao - Read in English 


વહેલી સવારમાં જ્યારે બહુ ઉતાવળ હોય પણ તમને કોઇ સ્વાદિષ્ટ વાનગી બનાવીને ઓફીસમાં લઇ જવાની ઇચ્છા હોય અથવા રાત્રે જ્યારે તમે થાકી ગયા હો પણ તમારા પ્રિયજનો માટે એક પૌષ્ટિક જમણ ઝટપટ બનાવવું હોય, તેવા સમયે આ વાનગી ખૂબજ યોગ્ય ગણી શકાય. તેમાં ઉમેરવામાં આવેલા ગાજર અને લીલી મગની દાળ તેને રંગીન અને પૌષ્ટિક બનાવે છે, જ્યારે વિવિઘ મસાલા તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે અને આ ઝટપટ અને સહેલાઇથી બનતો ગાજર અને મગની દાળનો પુલાવ એક સંપૂર્ણ આહાર પણ બને છે. તમારી પાસે સમય હાય ત્યારે તમે આ પુલાવને કોઇપણ ટમેટાવાળી ગ્રેવીની ભાજી સાથે પીરસો અથવા ઉતાવળમાં હો ત્યારે પ્રેમથી દહીં સાથે પીરસો.

Carrot and Moong Dal Pulao recipe - How to make Carrot and Moong Dal Pulao in gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૨ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧ કપ સમારેલા ગાજર
૨ ટેબલસ્પૂન લીલી મગની દાળ , ધોઇને નીતારી લીધેલી
૧ કપ ચોખા , ધોઇને નીતારી લીધેલા
૧ ટેબલસ્પૂન તેલ
લવિંગ
૨૫ મિલીમીટર (૧”)નો તજનો ટુકડો
તમાલપત્ર
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૧ ૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર
મીઠું , સ્વાદાનુસાર

પીરસવા માટે
તાજું દહીં
કાર્યવાહી
    Method
  1. એક પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી, તેમાં લવિંગ, તજ અને તમાલપત્ર મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  2. તે પછી તેમાં કાંદા અને મરચાં પાવડર મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  3. છેલ્લે તેમાં ગાજર, ચોખા, મગની દાળ, મીઠું અને ૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૨ સીટી સુધી રાંધી લો.
  4. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.
  5. તાજા દહીં સાથે ગરમ ગરમ પીરસો.

Reviews