ચાટ મસાલો ની રેસીપી - Chaat Masala ( Chaat)

Chaat Masala ( Chaat) recipe In Gujarati

This recipe has been viewed 359 times

Chaat Masala ( Chaat) - Read in English 


લગભગ બધા ચાટ મસાલા નાજુક અને જીભને ગમી જાય એવો સ્વાદ ધરાવતા હોય છે અને તે આપણા રોજના વપરાતા મસાલા વડે તૈયાર કરવામાં આવે છે.

ફક્ત હોશિયારીથી મસાલાનું સંયોજન કરવું પડે છે. સચંળ અને આમચૂર પાવડર વગેરેનો ઉપયોગ ચાટ મસાલાને કડક અને ઉગ્ર સુગંધવાળો બનાવે છે અને તૈયાર કરેલી ડીશમાં તેનો મહત્વ આપણી સમક્ષ નજરે પડે છે.

અને તેના વડે અપેક્ષિત આનંદદાઇ સુવાસ પણ મળી રહે છે. અહીં અમે તમને એક આદર્શ રીત જણાવી છે જેના વડે તમને સપ્રમાણ મિશ્રણ મળી રહે. આમ તૈયાર થતો ચાટ મસાલો લાંબો સમય સુધી રાખી શકો એવો તૈયાર થાય છે.

નામ સૂચવે છે તેમ, આ ચાટ મસાલાનો ઉપયોગ મોટા ભાગની ચાટ વાનગીઓ માં થાય છે.

Chaat Masala ( Chaat) recipe - How to make Chaat Masala ( Chaat) in gujarati

તૈયારીનો સમય: ૨ મિનિટ   બનાવવાનો સમય: ૩ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૧ કપ માટે
મને બતાવો કપ

ઘટકો

ચાટ મસાલો ની રેસીપી બનાવવા માટે
૧/૪ કપ જીરૂ
૧ ટેબલસ્પૂન કાળા મરી
૧/૪ કપ આમચૂર
૨ ટેબલસ્પૂન સંચળ
૧ ૧/૨ ટેબલસ્પૂન મીઠું
૧/૨ ટીસ્પૂન હીંગ
કાર્યવાહી
ચાટ મસાલો ની રેસીપી બનાવવા માટે

    ચાટ મસાલો ની રેસીપી બનાવવા માટે
  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં જીરૂ મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સૂકું શેકી લીધા પછી તેને એક ડીશમાં કાઢી ૨ થી ૩ મિનિટ સુધી ઠંડું થવા બાજુ પર રાખો.
  2. હવે એક મિક્સરની નાની જારમાં આ શેકેલા જીરા સાથે કાળા મરી મેળવી મિક્સરમાં ફેરવી સુંવાળું પાવડર તૈયાર કરો.
  3. આ પાવડરને ગરણી વડે ચાળીને ગરણીમાં બાકી રહેલા કરકરા મિશ્રણને કાઢી લો.
  4. હવે આ પાવડરમાં બાકી રહેલી વસ્તુઓ જેવી કે આમચૂર, સંચળ, મીઠું અને હીંગ મેળવી તમારા હાથની આંગળીઓ વડે તેને ૧ થી ૨ મિનિટ સુધી સારી રીતે મિક્સ કરી લો.
  5. આ ચાટ મસાલો પાવડરને હવાબંધ બરણીમાં ભરી રૂમ તાપમાનમાં રાખો અથવા રેફ્રીજરેટરમાં રાખી મૂકો.

Reviews