ચીઝ, કાંદા અને લીલા વટાણાનો પુલાવ - Cheese, Onion and Green Peas Pulao

Cheese, Onion and Green Peas Pulao recipe In Gujarati

This recipe has been viewed 3664 times
5/5 stars  100% LIKED IT   
2 REVIEWS ALL GOODઆ એક અદભૂત ટીફીનમાં આપી શકાય એવી વાનગી છે જે તમારા બાળકોને જરૂરથી ગમશે. આમ તો બાળકોને ચીઝ દ્વારા બનતી વિવિધ વાનગીઓ બહુ ગમતી હોય છે, પણ વડીલોને આવી ચીઝવાળી વાનગી ટીફીનમાં આપવી એ એક પડકારરૂપ છે કારણકે તેમાં થોડું ચીકટપણું આવી જાય છે. પણ, આ ચીઝ, કાંદા અને લીલા વટાણાનો પુલાવ એક મજેદાર વિકલ્પ છે જે ટીફીનમાં પાંચ કલાક સુધી તાજું રહે છે. આ ઉપરાંત અહીં ભાત અને લીલા વટાણા સાથે ખમણેલી ચીઝનું સંયોજન છે જે આ પુલાવને વધુ સ્વાદિષ્ટ બનાવે છે.

ચીઝ, કાંદા અને લીલા વટાણાનો પુલાવ - Cheese, Onion and Green Peas Pulao recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૩/૪ કપ ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૩/૪ કપ લીલા વટાણા
૧ ૧/૪ કપ બાસમતી ચોખા , ૩૦ મિનિટ પલાળી રાખ્યા બાદ નીતારેલા
૧ ટેબલસ્પૂન તેલ
૧ ટીસ્પૂન જીરૂ
લવિંગ
૨ ટુકડા તજ
તમાલપત્ર
૩/૪ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
મીઠું , સ્વાદાનુસાર
૧/૨ કપ ઝીણી સમારેલી કોથમીર
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ, લવિંગ, તજ અને તમાલપત્ર મેળવી મધ્યમ તાપ પર એક મિનિટ સુધી સાંતળી લો.
  2. તેમાં કાંદા અને લીલા મરચાંની પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  3. તેમાં ચોખા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં લીલા વટાણા, મીઠું અને ૨ ૧/૨ કપ ગરમ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પૅનને ઢાંકી મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી, વચ્ચે-વચ્ચે હલાવતા રહી, રાંધી લો.
  5. છેલ્લે તેમાં ચીઝ અને કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી વચ્ચે- વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  6. ગરમ ગરમ પીરસો અથવા તેને સહેજ ઠંડું પાડી ટીફીનમાં ભરી લો.

Reviews