ચીઝી કોર્ન રવાના વૉફલ્સ્ - Cheesy Corn Rava Waffles

Cheesy Corn Rava Waffles recipe In Gujarati

This recipe has been viewed 1163 times

Cheesy Corn Rava Waffles - Read in English 


બનાવવામાં અતિ સરળ છતાં ઉત્તેજક ગુણ ધરાવતાં આ ચીઝી કોર્ન રવાના વૉફલ્સ્ જુવાનો અને આધેડોને પણ ગમશે એવા છે. આ કરકરા વૉફલ્સ્ ના ખીરામાં રવા અને અડદની દાળના લોટ સાથે મકાઇના દાણા, દહીં અને સિમલા મરચાં તથા તેમાં વિવિધ મસાલા મેળવવામાં આવ્યા છે. તેમાં મેળવેલી ખાવાની સોડા વૉફલ્સ્ ને બહારથી કરકરા અને અંદરથી નરમ બનાવે છે. જ્યારે બીજી બાજુ ઉપરથી છાંટેલું ચીઝ તેને નાના ભુલકાઓ માટે આકર્ષક બનાવે છે.

ચીઝી કોર્ન રવાના વૉફલ્સ્ - Cheesy Corn Rava Waffles recipe in Gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૩માત્રા માટે

ઘટકો
૧ કપ બાફેલા મકાઇના દાણા
૧/૨ કપ રવો
૧/૪ કપ અડદની દાળનો લોટ
૧/૨ કપ ઝીણા સમારેલા સિમલા મરચાં
૧ ટેબલસ્પૂન દહીં
૧ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
૧/૨ ટીસ્પૂન જીરા પાવડર
૧/૪ ટીસ્પૂન હીંગ
૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
મીઠું , સ્વાદાનુસાર
૧/૨ ટીસ્પૂન ખાવાની સોડા

બીજી જરૂરી વસ્તુ
તેલ , ચોપડવા માટે

સજાવવા માટે
૧/૪ કપ ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ
કાર્યવાહી
    Method
  1. એક બાઉલમાં ખાવાની સોડા સિવાયની બાકીની બધી વસ્તુઓ સાથે ૧ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  2. હવે જ્યારે વૉફલ્સ્ બનાવવાની તૈયારી કરતા હો, ત્યારે તેમાં ખાવાની સોડા મેળવી, ઉપર ૨ ટેબલસ્પૂન જેટલું પાણી છાંટીને હલકા હાથે મિક્સ કરી લો.
  3. હવે આ ખીરાના ૩ સરખા ભાગ પાડી લો.
  4. સૌ પ્રથમ વૉફલ આર્યન (waffle iron)ને ગરમ કરી લો.
  5. વૉફલની ડીશમાં થોડું તેલ ચોપડીને પછી વૉફલના ખીરાનો એક ભાગ સરખી રીતે પાથરીને ૮ મિનિટ અથવા વૉફલ બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી રાંધી લો.
  6. રીત ક્રમાંક ૪ અને ૫ મુજબ બાકીના ૨ વૉફલ તૈયાર કરી લો.
  7. ચીઝ વડે સજાવીને તરત જ પીરસો.

Reviews