ચીકુ ઍન્ડ નટ મિલ્કશેક એક શક્તિદાયક અને પ્રોટીનયુક્ત પીણું છે જેમાં અદભૂત સામગ્રીનું સંયોજન છે, જેનો સ્વાદ આશ્ચર્યજનક છે. બાળકોને દિવસભર સક્રિય રહેવા માટે સતત ઊર્જાની જરૂર પડે છે.
આ શક્તિદાયક પીણાંમાં ચીકુ, દૂધ, કાજૂ અને અખરોટનું સંયોજન છે. ચીકુ દ્વારા મગજના કોષોને કાર્બોહાઈડ્રેટ (ગ્લુકોઝ) મળી રહે છે, જ્યારે દૂધમાં કૅલ્શિયમ અને અખરોટમાં પ્રોટીન તથા ઓમેગા-3 ફૈટી ઍસિડ હોય છે, જે શરીરને તંદુરસ્ત અને મગજના કોષોને શક્તિ પૂરી પાડે છે.