ચીલી ગાર્લિક નૂડલ્સ્ - Chilli Garlic Noodles ( Chinese Cooking )

Chilli Garlic Noodles ( Chinese Cooking ) recipe In Gujarati

This recipe has been viewed 1624 timesચાઇનીઝ ચીલી ગાર્લિક નૂડલ્સ્ બનાવવામાં ચીલી ઓઇલ ખાસ મહત્વની સામગ્રી ગણવામાં આવે છે, કારણ કે તેની ખુશ્બુ જ વાનગીને વધુ તીવ્ર બનાવે છે. લસણ અને ચીલી ઓઇલ વડે બનતા આ ચીલી ગાર્લિક નૂડલ્સ્ ને સાદું આહાર ગણી શકાય. અહીં નૂડલ્સ્ ને ચીલી ઓઇલ ઉમેરવાથી આ નૂડલ્સ્ માં લસણની ખુશ્બુ વધુ ઊભરીને આવે છે. જ્યારે તમને કોઇ અટપટી જટિલ વાનગી બનાવવાનો કંટાળો આવતો હોય છતાં કંઈક સ્વાદિષ્ટ બનાવવાની ઇચ્છા થાય, ત્યારે આ વાનગીને વિકલ્પ તરીકે બનાવી મનચૂરિયન અથવા શેઝવાન સૉસ સાથે તેની મજા લો અથવા તો એમ જ પણ આ નૂડલ્સ્ નો સ્વાદ માણવા જેવો છે.

Chilli Garlic Noodles ( Chinese Cooking ) recipe - How to make Chilli Garlic Noodles ( Chinese Cooking ) in gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૨ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૨ ટેબલસ્પૂન તેલ
૧/૪ કપ ઝીણા સમારેલા લીલા કાંદાના પાન
૨ કપ બાફેલા નૂડલ્સ્
૧/૪ કપ ચીલી-ગાર્લિક સૉસ
મીઠું , સ્વાદાનુસાર
૧ ટેબલસ્પૂન ચીલી ઓઇલ
કાર્યવાહી
    Method
  1. એક કઢાઇમાં ઉંચા તાપ પર તેલમાં ધુમાડો નીકળવા માંડે ત્યાં સુધી ગરમ કરો.
  2. પછી તેમાં લીલા કાંદાના પાન, નૂડલ્સ્, ચીલી ગાર્લિક સૉસ અને મીઠું મેળવી ઉંચા તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  3. છેલ્લે તેમાં ચીલી ઓઇલ રેડી સારી રીતે ઉપર નીચે કરી લો.
  4. ગરમ ગરમ પીરસો.

Reviews