ચીલી ગાર્લિક સૉસ - Chilli Garlic Sauce

Chilli Garlic Sauce recipe In Gujarati

This recipe has been viewed 1619 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

Chilli Garlic Sauce - Read in English 


જ્યારે કોઇપણ ચાઇનીઝ વાનગી બનાવવી હોય ત્યારે મરચાં અને લસણનો ઉપયોગ તો સાથે જ થાય છે, કારણકે તેની તીવ્રતા કોઇ પણ વાનગીને ચટાકેદાર બનાવવામાં મદદરૂપ થાય છે. અહીં અમે મજેદાર તીખા ચીલી ગાર્લિક સૉસની રીત દર્શાવી છે. આ વાનગીને યોગ્ય રીતે બનાવવા માટે ધ્યાન રાખવું કે મરચાંને ગરમ પાણીમાં વ્યવસ્થિત પલાળી રાખવા નહીંતર મરચાં સારી રીતે પીસી નહીં શકાય. સારી માત્રામાં વિનેગર અને તેની સાથે થોડી સાકરનો ઉમેરો આ તીખા સૉસને થોડું માફકસર બનાવે છે.

Chilli Garlic Sauce recipe - How to make Chilli Garlic Sauce in gujarati

તૈયારીનો સમય: ૩૦ મિનિટ   બનાવવાનો સમય: ૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૦.૭૫કપ માટે
મને બતાવો કપ

ઘટકો
૧૦ લાલ કાશ્મીરી લાલ મરચાં
૨ ટેબલસ્પૂન સમારેલું લસણ
૫ ટેબલસ્પૂન વિનેગર
૧ ટેબલસ્પૂન સાકર
મીઠું , સ્વાદાનુસાર
૨ ટેબલસ્પૂન તલનું તેલ
કાર્યવાહી
    Method
  1. લાલ કાશ્મીરી મરચાંની દાંડી કાઢીને તેને જરૂરી ગરમ પાણીમાં વાસણને ઢાંકીને ૩૦ મિનિટ માટે બાજુ પર રાખી લીધા પછી નીતારી લો.
  2. હવે આ પલાળેલા કાશ્મીરી મરચાં, લસણ, સાકર, વિનેગર અને મીઠું મિક્સરમાં ફેરવી સુંવાળું મિશ્રણ તૈયાર કરો.
  3. આ મિશ્રણને એક બાઉલમાં કાઢી તેમાં તલનું તેલ મેળવી સારી રીતે મિકેસ કરી લો.
  4. આ સૉસને હવાબંધ બરણીમાં ભરી રેફ્રીજરેટરમાં મૂકો અને જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરો.

Reviews