ચીલી પોટેટો - Chilli Potato, Indian Restaurant Style, Chinese Chilli Potatoes

Chilli Potato, Indian Restaurant Style, Chinese Chilli Potatoes recipe In Gujarati

This recipe has been viewed 3458 times



ખાત્રીપૂર્વક કહી શકાય એમ આ ચીલી પોટેટોમાં રોમાંચક અને તમને ઝણઝણાટીનો અનુભવ કરાવે એવા સુગંધી પદાર્થો છે જેવા કે વિવિધ સૉસ, લસણ, આદૂ અને લીલા મરચાંનો ઉપયોગ કરી બનાવવામાં આવ્યો છે. બટાટાને લાંબી સળીની રીતે કાપી તેમાં એકમેકમાં સારી રીતે ભળેલા સૉસ સાથેના લીલા કાંદાનું સંયોજન અંતમાં એક મજેદાર સ્ટાર્ટર બનાવે છે. મજાની વાત એ છે કે આ ચીલી પોટેટો સહેલાઇથી ઝટપટ બનાવી શકાય છે કારણકે તેમાં મોટે ભાગે તૈયાર સૉસનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે.

ચીલી પોટેટો - Chilli Potato, Indian Restaurant Style, Chinese Chilli Potatoes recipe in Gujarati

તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૨માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૩ કપ અર્ધઉકાળેલી બટાટાની સળીઓ
તેલ , તળવા માટે
૨ ટેબલસ્પૂન કોર્નફ્લોર
૧ ટેબલસ્પૂન તેલ
૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧ ટેબલસ્પૂન ઝીણું સમારેલું લસણ
૧ ટીસ્પૂન ઝીણું સમારેલું આદૂ
૧/૪ કપ ઝીણા સમારેલા લીલા કાંદાનો સફેદ અને લીલો ભાગ
૧ ટેબલસ્પૂન ટમૅટો કેચપ
૧ ટેબલસ્પૂન ચીલી સૉસ
૧ ટીસ્પૂન સોયા સૉસ
મીઠું , સ્વાદાનુસાર

સજાવવા માટે
૧ ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા કાંદાનો સફેદ અને લીલો ભાગ
કાર્યવાહી
    Method
  1. એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં થોડી-થોડી બટાટાની સળીઓ નાંખી, તે દરેક બાજુએથી હલકા બ્રાઉન રંગની થાય તે રીતે તળીને બહાર કાઢી ટીશ્યુ પેપર પર મૂકી બાજુ પર રાખો.
  2. એક બાઉલમાં કોર્નફ્લોર અને ૧/૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
  3. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં લસણ, આદૂ અને લીલા મરચાં મેળવી ઉંચા તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં લીલા કાંદાનો સફેદ અને લીલો ભાગ, ટમૅટો કેચપ, ચીલી સૉસ, સોયા સૉસ, કોર્નફ્લોરનું મિશ્રણ અને મીઠું મેળવી ઉંચા તાપ પર થોડી સેકંડ સુધી રાંધી લો.
  5. તે પછી તેમાં તળેલા બટેટાની સળીઓ મેળવી, સારી રીતે ઉપર નીચે કરીને મિક્સ કર્યા બાદ ઉંચા તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
  6. લીલા કાંદાના સફેદ અને લીલા ભાગ વડે સજાવીને તરત જ પીરસો.

Reviews