ચાઇનીઝ રાઇસ - Chinese Rice, Chinese Cooked Rice

Chinese Rice, Chinese Cooked Rice recipe In Gujarati

This recipe has been viewed 1897 timesચાઇનીઝ રાઇસ બનાવવાની એક ખાસ રીત છે, જે વડે ચોખા સારી રીતે રંધાઇને દાણાદાણ છુટા બનીને શેઝવાન ફ્રાઇડ રાઇસ જેવી કે પછી ૫-સ્પાઇસ મશરૂમ રાઇસ જેવી વાનગી બનાવી શકાય અને સ્ટર-ફ્રાય અને સૂપ જેવી વાનગીમાં પણ આ ભાતનો કરી શકાય છે. અહીં તમને ખ્યાલ આવ્યો જ હશે કે ભાત અને નૂડલ્સ્ રાંધવાની ચાઇનીઝ રેસીપીમાં સમાનતા એ છે કે બન્ને વાનગીમાં રાંધવા માટે તેલ અને તેને તાજા કરવા માટે ઠંડા પાણીનો ઉપયોગ કરવામાં આવે છે જેથી ભાત નરમ બને અને લોંદો ન થઇ જાય.

Chinese Rice, Chinese Cooked Rice recipe - How to make Chinese Rice, Chinese Cooked Rice in gujarati

તૈયારીનો સમય: ૧ મિનિટ   પલાળવાનો સમય:  ૩૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૩.૫કપ માટે
મને બતાવો કપ

ઘટકો
૧ કપ બાસમતી ચોખા
૨ ટેબલસ્પૂન તેલ
૧ ટીસ્પૂન મીઠું
કાર્યવાહી
  Method
 1. ચોખાને સારી રીતે ધોઇ એક બાઉલમાં જરૂરી પાણી સાથે ૩૦ મિનિટ સુધી પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર રાખો.
 2. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ૪ કપ પાણી ઉકાળી તેમાં મીઠું અને ૧ ટેબલસ્પૂન તેલ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
 3. આ ઉકળતા પાણીમાં ચોખા મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧૦ થી ૧૫ મિનિટ અથવા ચોખા અંદાજે ૮૫% રંધાઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
 4. તે પછી તેને ગરણી વડે ગાળી પાણી નીતારી લો. તે પછી આ ચોખા વધુ ન રંધાઇ જાય તે માટે તેની ઉપર ઠંડું પાણી રેડો.
 5. હવે ખાત્રી કરી લો કે ચોખામાંથી બધુ પાણી નીકળી ગયું છે અને ચોખામાં થોડી પણ ભીનાશ રહી નથી.
 6. હવે તેમાં બાકી રહેલું ૧ ટેબલસ્પૂન તેલ મેળવી તેને હળવેથી મિક્સ કરી લો.
 7. આ રાંધેલા ભાતને એક સપાટ ડીશમાં પાથરી તેને ઠંડી થવા ૧૦ મિનિટ બાજુ પર રાખો.
 8. જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરો.

Reviews